________________
ઘરનાકરને પરવશ બનેલી રાણી નયનાવણીનાં અધમ આચરણા
૪૩૧
એકાએક શું કામ આવી પડયું હશે ? કેમ જાગી ગઈ ? શું તેણીને મારા વિયાગને ભય લાગ્યા હશે ? તેથી આત્મઘાત કરવાના વિચારથી નીચે ગઈ હશે ? મારે ગુપ્ત, પાછળ જઈ નિરીક્ષણ કરવું જોઈ એ.
યશેાધર રાજા પણ ખૂબ ધીમા પગલે, રાણીને ખખર ન પડી જાય તેમ, પાછળ પાછળ નીચે ઉતર્યો. પાછળ ગયા. રાણી પહેરાવાળા પાસે પહોંચી. અને તેને સૂઈ ગયેલાને, હાથ પકડી જગાડવા લાગી. તે પણ આગળના સ ંકેતથી હાય તેમ, બેઠા થઈ ગયા. અને આવેશથી તાડુકયા : દાસી ! આજે આટલી બધી મેાડી કેમ આવી?
રાજા યશેાધર આ બધું ગુપ્ત જોઈ રહ્યો છે. નાકરને જગાડ્યો ત્યારે જ રાજાને નવાઈ જણાઈ. હું એક મોટા રાજાધિરાજ છું. નયનાવલી મારી પટ્ટરાણી છે. પાતાની જગ્યા ઉપર સેવાને લાવી હુકમ કરી શકે છે. તેની પાસે ઘણી દાસીઓ, હાથ જોડીને ઉભી હેાય છે. છતાં રાણી પાતે આવા સેવકાધમ પાસે, રાત્રિમાં એકાકિની કેમ ગઈ? નાકરને જગાડચો શા માટે ? છતાં આ સેવકાધમ આટલા આવેશયુક્ત કેમ ?
વળી દાસી ! આજ આટલી બધી મેાડી કેમ ? પોતાના માલિકની પટ્ટરાણીને, મોટા મેાટા અધિકારીએ પણ પ્રણામ કરે છે. તે રાણીને આ સેવકાધમ દાસી કહીને કેમ સાધે છે ? અને સાથે સાથે આજ આટલી મેાડી કેમ આવી ? તે શું? રાણી હમ્મેશ આવતી હશે ? આટલું સાંભળવા છતાં, એક લાચાર ગુનેગાર કે તાબેદારની ઢખમાં, રાણી બે હાથ જોડી કરગરવા લાગી છે. આનું કારણ શું?
રાણી નયનાવલી નાકરને વિનવે છે સ્વામિન્ ક્ષમા કરા ! આજના ગુના માફ કરો. આટલું કરગરવા છતાં તે દુષ્ટ પહેરાવાળાએ, ઇન્દ્રાણી જેવી સુવાળી, અને રૂપર’ભા જેવી રાણીને, બેચાર લાફા પણ લગાવી દીધા. તે પણ રાણીએ સહન કરી લીધા. રાજા યશોધર આ બધું નાટક સગી આંખે ગુપ્તપણે જોઈ રહ્યો છે. હજી શું થાય છે ? એક પછી એક નાટકના પડદા ઉંચકાયા. ત્યાં તેા સેવકાધમે રાણીને ખેંચીને, પેાતાની પથારીમાં સુવાડી ને, જેમ પશુ જાતિમાં નર્મદાના ભજવાય તેવા, મનેના સંચાગ ભજવાઇ ગયા.
રાજા યશેાધરે પાતે હાજર રહીને, આ પેાતાની પટ્ટરાણીના સેવક સાથેના અનાચાર નજરોનજર જોયા. ગમે તેવા મનુષ્યને આવા દેખાવ જોઈને, ઇર્ષા–આવેશ ક્રાય થયા વિના રહે જ નહી. અને યશેાધર રાજવીને પણુ, ક્ષણવાર ઘણા જોરદાર ગુસ્સા થઈ ગયા. મહાધારાળ ખડ્ગ પાસે જ હતુ. મ્યાનમાંથી તરવારને બહાર ખેંચી. વિચાર આવ્યા, કે એક ઘા વડે, બન્નેના ધડ–મસ્તક જુદા કરી નાખું. અને તુરત ખીજા વિચારો આવ્યા. જીવડા ! મહાબળવાન નરવીરાની સામે ટક્કર ઝીલનાર મારી તરવાર, આવા અતિ અધમ પ્રાણીએ ઉપર કેમ ફેંકાય ?
વળી રાણીના ગુનાની જાહેરાત થાય તે, મારે પાટવીકુમાર ગુણધર, આખી જિંદગી કલંકનું પાત્ર અને, અને હું પાતે દીક્ષાના પ્રયાણુનો મુસાફર છું. આવાં પાપ હવે