________________
૪૪૪
જિનશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ सगुणमपगुणं वा कुर्वता कार्यजातं, परिणतिरवधार्या यत्नतः पंडितेन । अतिरभसतानां कर्मणामाविपत्तेः, भवति हृदयदाही-शल्यतुल्यो विपाकः ॥ १ ॥
અર્થ : માણસે સારું કે હું કામ કરવાનું હોય, તેની પહેલાં થોડો વખત પરિણામ કેવું આવશે? આવા વિચાર કરી લેવા જોઈએ. પરિણામ વિચારીને કરનાર, પ્રાયઃ કામ કરવામાં સફળ થાય છે. પરંતુ અતિ ઉતાવળથી, વિચાર વગર કરેલું કાર્ય, ભવિષ્યમાં મોટા શલ્ય સમાન, ચિત્તને બાળનાર બને છે.
પ્રશ્ન : ખાસ મુદાસર કયાં કયાં કામે વિચારીને જ કરવા યોગ્ય ગણાય છે?
ઉત્તર સાચી વાત તે બધાં જ કાર્ય વિચારીને કરનાર જ ડાહ્યો માણસ ગણાય છે. છતાં ચેડાં ગણવાય છે.
ચારિત્ર લેવું હોય તે, પોતાની પાળવાની શક્તિનો વિચાર કરીને જ લેવું.”
“દીક્ષા ગુરુ બનાવવાના હોય, તેમનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સમજી લેવાં.”
“ગુરુ થનાર મહાપુરુષોએ, શિષ્ય થનારની પૂરી પરીક્ષા કરવી. પછી જ દીક્ષા આપવી.”
ગૃહસ્થ શ્રાવકનાં ૧૨ વ્રત અથવા એક, બે, ત્રણ, ચાર પણ સમજીને લેવાં.”
નાની મોટી પ્રતિજ્ઞા લેવા પહેલાં, ઠેઠસુધી, નિર્વાહ કરવાની શક્તિ વિચારવી.”
ગ્રહસ્થને ઘર લેવું હોય તે, ધમી, સદાચારી, સજ્જન, ઉદાર માણસેના પાડોસમાં લેવું.”
“તદન ખૂણામાં ઘર લેવું નહીં. બારણાં પુષ્કળ હોય તેવું ઘર નકામું ગણાય છે.”
“શિકારી, મચ્છીમાર, ઇડાં વેચનાર, માંસાહારી, મદિરાપાની, જુગારી