________________
४४८
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સુષમાને ચિલાતીપુત્ર, સૂચના કરી દીધી. સુષમા પણ જવા તૈયાર જ હતી, તેથી ચિલાતીપુત્રની પાસે હાજર થઈ ગઈ. ગામની પાછળના ભાગમાં થઈને, નાસવાનું હતું. પહેલા ધનના ગાંસડાવાળા, એક પછી એક ટેળાબંધ, ઉતાવળા નાસવા લાગ્યા. થોડા આગળપાછળની વચમાં, સુષમાને હાથ પકડી, ચિલાતીપુત્ર પણ ચાલવા લાગે.
દિવસ હોવાથી અને વસતિ પણ ભરચક હોવાથી, ધાડપાડુ ઓળખાઈ ગયા. લોકેએ બૂમાબૂમ કરી મૂકી. દેડે રે દેડે, ધનાવહ શેઠનું ઘર લૂંટીને, ચોરલોકે દેડી રહ્યા છે. અને ધનાવહ શેઠની, દેવકુમારી જેવી દીકરીને પણ, ચોરટા લઈ જાય છે. પરંપરાએ બૂમ સાંભળીને, રાજ્યના ચેકીઆતે પણ દેડતા આવ્યા. ધનાવહ શેઠ પણ, પિતાના પાંચ પુત્રે સહિત દેડતા આવ્યા.
રે પણ પાછળના જોરદાર ધસારાથી, ભય પામીને, જેરથી દડવા લાગ્યા. અને પછી તે જીવના જોખમની વાત આવી લાગવાથી, જેમ જેને ઠીક લાગ્યું, જેટલી જેની તાકાત અનુસાર, પોતાના રક્ષણ માટે દોડવા લાગ્યા. ભીલડાઓ ઘણું દૂર નાસી ગયા, પરંતુ ચિલાતીપુત્ર વેગથી દોડી શકતું ન હતું, કારણ, તેને સુષમાને સાથે દોડાવવાપૂર્વકદેડવાનું હતું.
ચિલાતીપુત્રને લાગ્યું કે હવે સુષમા ચાલકે, દેડી શકે તેમ નથી. અને સુષમાની શક્તિ મુજબ, ચાલવામાં પકડાઈ જવાને ભય હતે. માટે તેણે સુષમાને પિતાના વાંસા ઉપર બેસાડીને, ખૂબ જોરથી દડવા માંડયું. સુષમાને ઉપાડીને પણ ચિલાતીપુત્ર ગાઉ બે ગાઉ તે વેગથી દોડ્યો, પણ છેવટ તે થાક હતા, અને સુષમાને થાક ઊતર્યો હતું તેથી, તેણે સુષમાને નીચે ઉતારી, હાથ પકડી, દેડવા માંડયું.
આ બાજુ રાજાના સૈનિકે પૂરવેગથી ધસ્યા આવે છે. તથા થેડા જ નજીકમાં ધનાવહ શેઠ, પિતાના પાંચ પુત્રે સહિત, દેડતા આવી રહ્યા છે. શરૂઆતમાં ચિલાતીપુત્રના આકર્ષણને વશ બનેલી સુષમા, દેડી પણ થાકી ગઈ. સુષમા એક શ્રીમંત શેઠની બાળા હતી. માતાપિતા અને ભાઈઓને લાડીલી પુત્રી હતી. તેના કપાળનું તેજ ચંદ્રને ક્ષણવાર ઝાંખે બનાવે તેવું હતું. ટુંકાણમાં તે ખૂબ સુકુમાર હતી. તેણે કયારે પણ ટાઢ તડકો જે ન હતું, મુસાફરી કરી ન હતી, સુધાને અનુભવ લીધે ન હતે.
ચિલાતીપુત્ર કહે છેઃ સુષમા હવે આવું હળવું ચાલવાને અવસર નથી. પાછળ જોઈ લે. આપણને પકડનાર સૈનિકો, હવે ઘણુ નજીક દેખાય છે. હવે ચાલવાથી નહીં ચાલે. હવે તે દેડવું જ પડશે. સુષમા છેક થાકી ગઈ હતી. થાક, સુધા, તૃષા ખૂબ લાગવાથી ચાલવાની બધી શકિત, લગભગ ખલાસ થવાથી, સુષમાના શરીરમાંથી બધું જેમ અદશ્ય થઈ રહ્યું હતું, અને આંખમાંથી ચોધાર આંસુ ચાલતાં હતાં.