________________
અધમ આત્માઓના પ્રપ ચેામાં ફસાયેલી બાળાઓની ભયંકરતાના સાક્ષાત્કાર ૪૫૧
કે ત્યક્તા. આવા માનવ રાક્ષસેાના હાથમાં ફસાયા પછી છૂટી થઈ શકતી નથી. તેથી કાંતા આત્મઘાત કરવા પડે છે, એટલે અગ્નિસ્નાન, ગળે ફ્રાંસા કે અન્ય કાઈ ઉપાયે પ્રાણા ગુમાવે છે, કંતેજ નરાધમે બિચારી બાળાઓને, સળગાવીને, તરવારથી, ઝેરથી, અગ્નિથી મારી નાખે છે.
આ સ્થાને સુષમાબાળા પણુ, ખૂબ શ્રમિત થવા છતાં, ચિતિપુત્ર ખેંચે છે. સુષમા મકરીની માફક ઢસડાય છે. મકરી ખરાડા પાડે છે, સુષમા રુએ છે. ક્ષુધા, તૃષા, થાકનું જોર વધી રહ્યું છે. શરીરના પ્રત્યેક અવયવામાં, જાણે અગ્નિ લાગી હાય તેમ, સુષમાનું ચિત્ત અને શરીર પણુ, તદ્ન શ્યામ-કાળાં પડી ગયાં છે. ગળુ-તાળવું-હેઠ સુકાય છે. તેટલામાં ધનાવહ શેઠ અને તેમના પુત્ર ખૂબ નજીક આવી ગયા છે.
ધનાવહરશેઠ, ચિલાતીપુત્ર, અને સુષમાને જોઈને કહે છે.
આ ચિલાતી પુત્ર! તેં મારું અનાજ ખાધું છે. મારા કુટુંબે તને પોતાના વહાલા પુત્રની માફક ઉછેર્યા છે. જરા ઉભા રહી જા ! આ મારી પુત્રી સુષમા, અમારા કુટુંબને પ્રાણ થકી પણ બહુ વાલી છે. માટે તેણીને એબ લગાડ્યા સિવાય, ડાધ લગાડ્યા સિવાય, અભડાવ્યા સિવાય, છોડીદે. હું તારા બધા ગુના માફ કરું છું.
મારે મારું લૂટાયેલું ધન ભલે વેડફાયું, એની જરા પણ ચિંતા નથી. માત્ર અમને અમારું આ પુત્રીધન, પાછું મળે, એટલે બસ. હું પુત્રીને – સુષમાને પાછી લેવા જ દેાડી રહ્યો છું. આ પુત્રીના વિરહથી, તેની માતા અને ભાઈએ પણ રડી રહ્યા છે. આહાર પાણી લેતા નથી. પુત્રી નહી મળે તે, તેની માતા અને હું અર્ધા આયુષે રડી રડીને, ઝૂરી ઝૂરીને, દુર્ધ્યાનથી મરી જશું. અમારી દયાના પણ વિચાર કરજે.
અમે તારી માતા અને તારી ઉપર કરેલા ઉપકારના વિચાર કરીને, વળી આ પુત્રીના વિયોગથી થનારી અમારી દૂશાને વિચારીને, અમારા સમગ્ર કુટુંબના પ્રાણના બચાવ માટે, અમારી વહાલી દીકરી સુષમાને છેડી દે, અને તારે જ્યાં જવું હોય ત્યાં ખુશીથી જા. અમે સુષમાને લઈને પાછા જઈશું. હું પ્રતિજ્ઞાપૂર્વક બાલુ છું કે, તારા બધા ગુના માફ, માત્ર મારી વાલી દીકરી મને પાછી આપી દે.