________________
કર્મને સ્વભાવ અને નરકાયુનું પ્રમાણ
- ૪૨૯ નિકાચિત કર્મ બંધાઈ ગયું. પાછળથી તેને નંદા અને ચલણા જેવી સુશ્રાવિકા પત્નીઓ મળી. અભયકુમાર જે, સુશ્રાવક અને બુદ્ધિનિધાન પુત્ર મળે. (થો) પ્રભુ શ્રી મહાવીર દેવ ભગવાન મળ્યા. વીતરાગની વાણી પણ મળી. તે પણ અભિમાનમાં ગરકાવ બની બાંધેલું નિકાચિત નરકનું કર્મ, ભેગવવા જવું જ પડ્યું.
પ્રશ્ન : ચોરાસી હજાર વર્ષ ચાલે તેટલું મોટું હોવા છતાં, નાનામાં નાનું કેમ લખ્યું છે?
ઉત્તર : નારકીમાં વધારેમાં વધારે તેત્રીસ સાગરોપમનું આયુષ્ય કહેલ છે. તેનું પ્રમાણ સાગરના પાણીથી પણ મેટું હેવાથી, તેનું સાગરેપમ એવું નામ શાસ્ત્રોમાં બતાવ્યું છે. જેમાં સમુદ્રના પાણીના માપ પાસે, મણ, બે મણ પાણી કે એક બેડું કે એક પખાલ પાણીની માપણી, કિંમત વગરની ગણાય છે. તેમ તેત્રીસ સાગરોપમના આયુષ પાસે, ચોરાસી હજાર વર્ષનું આયુષ પણ, એક બિન્દુ જેવડું લેખાય એમ સમજવું.
પ્રશ્નઃ નિકાચિત કર્મ એટલે શું?
ઉત્તર: અવશ્ય ભોગવવું પડે તેવું કર્મ, નિકાચિત કહેવાય છે. જેમ મહાવીર પ્રભુજીના ત્રીજા ભવમાં, ત્રિદંડિયા અવસ્થામાં રહેલા મરિચિને, ભરત મહારાજે કરેલી પ્રશંસા સાંભળીને, થયેલા અભિમાનથી બંધાયેલ. નીચ–ગોત્રકર્મ, એક કોટાકોટિ સાગર, પમ સુધી ચાલ્યું. અસંખ્યાતા એકેન્દ્રિયાદિ તુચ્છ યુનિઓમાં અવતાર થયા. છેવટે છેલ્લા ભવમાં બ્રાહ્મણ કુખે અવતાર થયે. માટે જ ડાહ્યા માણસોએ વિચારવા જેવું છે
એક મનુષ્યના નથી, ફાંસી, દે સરકાર લાખ જીવ વિનાશતાં, નહીં છોડે કિરતાર છે ૧છે
પિપાંબાઈના રાજ્યમાં, બચી ગયા સહુ લોક પણ ઈશ્વરના રાજ્યમાં, અલ્પ ગુને નહીં ફેક છે ૨
પ્રશ્નઃ જૈને ઈશ્વરને માનતા નથી, તે પછી “ઈશ્વરના રાજ્યમાં” કેમ બોલાય?
ઉત્તરઃ અહીં ઇશ્વર શબ્દનો અર્થ કર્મ જ કર. કેષમાં ઇશ્વર શબ્દનો અર્થ કર્મ પણ બતાવ્યા છે.
વાંચેકષ વિવિધતા નથતિસ્થમા થાવરવા | भाग्यानि पुण्यानि यमः कृतान्तः पर्यायनामानि पुराकृतस्य ॥१॥