________________
સ્વયં પરીક્ષા કે પસંદગી તે કુલાચાર નથી પણ, દુરાચાર થવાનો ભય ગણાય. ૪૪૧
પ્રશ્નઃ કન્યા પિતાને લાયક વરની પસંદગી કરે તે વ્યાજબી નથી? ખોટું છે?
ઉત્તર : માતાપિતા વગરે વડીલવર્ગ શોધ કરે. પંચની સાક્ષી; કુટુંબ સગાસ્નેહીઓની હાજરી અને આશીર્વાદપૂર્વકને વિવાહ ધેમાર્ગ છે–નીતિકાર કહે છે કે
पिता रक्षति कौमार्ये, भर्ता क्षति यौवने । पुत्रस्तु स्थविरे भावे न स्त्री स्वातंत्र्य अर्हति ॥१॥
- બાલ્યાવસ્થામાં પિતાની જવાબદારી હોય છે. યૌવન વયમાં પતિની જવાબદારી હોય છે. વૃદ્ધાવસ્થામાં પતિ પલક ગયા હોય તે, પુત્રની જવાબદારી હોય છે. એટલે સ્ત્રીની ત્રણે વય-પિતા-પતિ-અને પુત્રની પરાધીન જ હોય, સ્ત્રી પોતાની સ્વેચ્છાએ ચાલનારી હોય જ નહીં.
પ્રશ્ન: છોકરો કે છોકરી પોતાની પસંદગી પ્રમાણે વિવાહ કરે તેમાં વધે શું છે?
ઉત્તર: માતાપિતાની પસંદગીમાં, ગુણની મુખ્યતાએ કન્યાને લાયક મૂર્તિઓ પસંદ કરાય છે. જ્યારે વરકન્યાની મુખ્યતાએ, રૂપલાવણ્ય તરફ જ પસંદગી ઢળે છે. માતાપિતા અનુભવથી કામ લે છે. અનેક જગ્યાએ તપાસ કરે છે. પિતાના પુત્ર કે પુત્રીની, આખી જિંદગીની વિચારણને સમાવેશ થાય છે. આખા કુટુંબના સંરક્ષણની જવાબદારીને પણ ધ્યાનમાં રખાય છે. માતાપિતાની પસંદગીથી જ્ઞાતિ-ગામ અને સમાજમાં આબરૂને વધારો થાય છે. કુટુંબીઓની, મિત્રની, કે તેવા જ બીજા લાગતાવળગતાઓની સલાહ કે સંમતિઓ પણ; અહીં સહાયક બને છે. જ્યારે સ્વછંદ વિવાહમાં આથી ઉલટું જ થાય છે.
પ્રશ્નઃ સુષમાએ પાકી વય પછી, સમજણપૂર્વક કરેલા કાર્યમાં, માતાપિતાની ડખલ—નકામી ન ગણાય?
ઉત્તર : અનંતકાળના ચાલ્યા આવતા સમાજ રિવાજેથી, વિપરીત બધાં જ આચરણો, પરિણામે નુકસાન કરનારાં જ નિવડ્યાં છે. એ આપણે હવે પછીના સુષમાના અંતિમ પરિણામે વાંચવાથી સમજી શકાશે.
પ્રશ્ન : મનુષ્યમાત્રની પિતાની ઇચ્છા કે સ્વતંત્રતામાં ડખલ ઊભી કરવી; અથવા તેની ઈચ્છા અને સ્વતંત્રતાને નાશ કરી નાખે, તે શું પાપ નથી? - ઉત્તર : ઘણી જગ્યાએ માણસની ઈચ્છા કે સ્વતંત્રતામાં, તેના પોતાના અત્યંતર અને બાહ્ય, આર્થિક અને શારીરિક નુકસાન જ થવાનાં હોવા છતાં તેની બુદ્ધિમાં તેને તેવું ન દેખાય, તેથી તે જેમ કરવા ઈચ્છતો હોય, તેને તેમ કરવા દેવું તે તેને હિત
૫૬