________________
૪૩૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અર્થ : વિધિ વિધાતા–નિયતિ-સ્વભાવ-કાળ-ગ્રહો ઈશ્વર-કર્મ દેવ-ભાગ્ય-પુણ્ય યમ-કૃતાન્ત પુરાકૃત–આ બધા કર્મના પર્યાય નામે જાણવાં.
યશોધર રાજાની માતા ચંદ્રમતીએ, અજ્ઞાની મનુષ્યને ઉચિત; ઘણી હિંસાની દલિલ કરી. તેને જ્ઞાની અને દયાળુ રાજા યશધરે, અનેક યુક્તિઓથી નિષેધ કર્યો, તે પણ હઠીલી માતાએ, પુત્ર યશોધર રાજાની ઉપર અવિનીત અને સ્વચ્છંદીપણાને આરોપ મૂકી. છેવટ એક લેટને કુકડો બનાવીને, કુલદેવીને ચડાવવા ફરજ પાડી. ભવિતવ્યતા એમ જ હોવાથી, દયાળું યશોધર રાજાએ માતાનું વચન સ્વીકાર્યું. માતાએ પણ સાક્ષાત્ કુકડા જેવો લેટને કુકડે બનાવડાવ્યું. ધામધુમથી દેવીના સ્થાન ઉપર ગયા. જીવતા પ્રાણીને તલવારના ઝટકે નાશ
રાવીને. માતા ચંદ્રમતીએ દેવીને કુકડે ચડાવ્યાના, બધા પાઠ ભજવાવ્યા. માસ પાકની જેમ, કુકડાના લેટના ટુકડા પણ રસઈઆ પાસે રંધાવ્યા. બિલકુલ ઈન્કાર કરવા છતાં, માતાએ યશોધરના મુખમાં, જોરજુલમથી દેવીની શેષા તરીકે, લેટના કુકડાને ટુકડે મૂક્ય. આ ક્ષણે બંધાએલા પાપથી પશુગતિ પ્રાગ્ય કર્મો બંધાયાં. સાત બે પશુના કરવા પડ્યા.
પરંતુ દીક્ષા લેવાની મક્કમતા ચાલુ જ રહી. નયનાવલીએ પણ સાથે દીક્ષા લેવાના ઘણા (પેટા) ડેળ-દેખાવો કર્યા. રાજાને સ્વપ્નથી ઘણો ભય લાગેલ હોવાથી, તાત્કાલિક જોષીઓને બેલાવી, પુત્રને રાજ્ય આપવાને, અને પિતાને દીક્ષા લેવાને, બે દિવસો (ચાલુ દિવસના ત્રીજા અને ચોથા દિવસે) નકકી થયા. આવતી કાલે બધાં સામાન્ય કામે પતાવવાનાં હતાં.
રાજા ચાલુ કામ ઝડપથી પતાવતો હતો. નયનાવલી રાણી વિચાર કરતી હતી. રાજા દીક્ષા લેશે, મારાથી ક્ષણવાર પણ ચારિત્ર પળી શકે તેમ નથી. પિતાના વહાલા (ઘરને પહેરાવાળો) જાર–પુરુષને, વિયોગ પણ અસહ્ય હતો. હવે શું કરવું તેના વિચારે ગોઠવતી હતી.
પહેલો દિવસ કામકાજથી પૂર્ણ થઈ ગયે. વહેલી રાત્રે રાજા સુવા માટે વાસભુવનમાં ગયા. પરંતુ સ્વપ્નના વિચારમાં નિદ્રા આવી નહીં. તે પણ ચક્ષુ મીચીને મૌન સુતા હતા. રાત્રિને બીજો પ્રહર પણ ઘણે જતો રહ્યો હતો. એટલામાં રાણી નયનાવલી, પલંગ ઉપરથી નીચે ઉતરી, બરાબર ધારી ધારી જેવા લાગી. રાજા સૂઈ ગયાને નિર્ણય કરી લીધો. અને પછી તે ખખડાટ ન થાય તેમ, શિધ્રતાએ દાદરનાં પગથિયાં ઉતરી ગઈ.
આખી જિંદગીના અજાણ; અને નયનાવલીને, એક મહાસતી અને પતિભક્તા પત્ની માની લેનારા રાજાને, નયનાવલીના આ વખતના પલંગ ત્યાગમાં આશ્ચર્ય જણાયું. બેઠે થયે. વિચાર કરવા લાગ્યા. સતી કેમ નીચે ઉતરી હશે? કઈ દિવસ નહીં ને આજે