________________
ઘરનોકરના અનાચારમાં ફસાયેલી નયનાવલી રાણીએ, થશેધર રાજના પ્રાણ લીધા ૪૩૩
એટલે અંતઃપુરમાં ધ્યાન રાખીને બેઠેલી નયનાવલી માથાના કેશ છૂટા મૂકીને છાતી કૂટતી, ચત્તાપાટ પડેલા રાજાની પાસે આવી. અને રાજાનું મુખ ઢંકાઈ જાય તેમ, તેની ઉપર પડતું મૂકીને, રાજાનું ગળું દબાવી દીધું. રાજા યશોધર ગુંગળાઈને પ્રાણ મુક્ત થયો. આ ખબર પડવાથી માતા ચંદ્રમતી દેડતી ત્યાં આવી. પુત્રનું મરણ જોઈ ઊભી ઊભી તે જ જગ્યાએ તત્કાલ મરણ પામી ગઈ.
કઈ મહાપુરુષ કહી ગયા છે – हयविहिणा संसारे महिलारूवेण मंडिअंपासं। बज्झन्ति जाणमाणा अयाणमाणा वि बज्झति ॥१॥
અથ : સંસારમાં કર્મ પરિણામ રાજાએ, સ્ત્રીઓની રચનારૂપ એક જાળ ગોઠવી છે. જેમાં સારા હુશીઆર મનુષ્ય પણ ફસાય છે. તે પછી બિચારા અજ્ઞાની આત્માઓ ફસાય એમાં તે પૂછવું જ શું ? આવા કર્મને ધિક્કાર થાઓ. વળી કોઈ કવિ કહે કેसंपीड्येवाहिदंष्ट्राग्नि, यमजिव्हाविषांकुरान् । जिगज्जिधांसुना नायः कृताःरेण वेधसा ॥१॥
અર્થ : મહાકૂર એવા કર્મ પરિણામ રાજાએ, સર્પોની દાઢાઓ, અગ્નિ, યમરાજની જીન્હા, અને વિષના છેડવાઓને, સમુદાય ખૂબ બારીક બનાવીને, આ સ્ત્રી જાતિનું સર્જન કર્યું સંભવે છે. અર્થાત્ જગતનાં પ્રાણીઓને સંસાર વધારવા માટે જ, આ સ્ત્રી જાતિની રચના કરી છે. માટે જ સ્ત્રીઓ પોતાને સ્વાર્થ મટી જતાં, આટલી મોટી ભયંકર બની જાય છે. “નારી, પુત્ર કે મિત્ર, ભાઈ, સહુને કેવળ સ્વાર્થ સગાઈ જ્યાં લગી સ્વારથ, બધા સુખદાઈ, સ્વાર્થ મિટ ત્યાં વ્યર્થ સગાઈ” | ૧
રાજા યશેધર જેવા પ્રતાપી, શૂરવીર, બુદ્ધિમાન, અને ધર્માત્માનું, કુલટા નારીએ, ધર્મારાધન બગડાવ્યું, સુગતિ બગડાવી, અને કુગતિની ગર્તામાં પ્રયાણ કરાવ્યું. અને અજ્ઞાન દશામાં બેભાન બનેલી માતા ચંદ્રમતી પણ, પુત્રના મેહથી પુત્ર સાથે પશુગતિમાં ચાલી ગઈ.
ઇતિ ઘરનેકરના અનાચાર પ્રસંગ છે સમાપ્ત. અથ ઘરનેકરના અનાચાર પ્રસંગ પાંચમે રાણી પીંગલા.
આ ભરત ક્ષેત્રમાં, અને પાંચમા આરામાં, વિક્રમના સંવત્ પ્રારંભ પહેલાં, છેડા જ વર્ષો અગાઉ, વિક્રમ રાજાને મોટો ભાઈ, રાજા ભર્તુહરિ રાજ કરતે હતે. ભર્તુહરિ પ્રતાપી અને બુદ્ધિમાન હતું. અને સાથે સાથે વિદ્વાન અને ધાર્મિક પણ હતા. તેને મોટા
૫૫