________________
૪૨૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સારે પણ, એક જીવને પણ મારીને આજીવિકા અથા આરોગ્ય મેળવવું સારું નથી. હિંસા જેવું બીજું પાપ નથી. બધા ધર્મના પ્રકારે હિંસાથી બચવા માટે છે.
ઉપરની બે ઉપદેશમાળાની ગાથાના જ અનુવાદ તરીકે ઉપા. યશોવિજયજી ગણિવર ફરમાવે છે કે –
“હાય વિપાકે દશ ગુણ રે, એક વાર કિયું કર્મ
શત-સહસ્ત્ર કેડિ ગમે રે, તીવ્ર ભાવના મર્મરે પ્રાણી.” ૧
અર્થ : કોઈપણ કરેલું પાપ, ઉદય આવે ત્યારે ઓછામાં ઓછું દશગણું દુખ તે જરૂર આપે છે જ અને વધારામાં સે ગણું. હજાર ગણું, લાખ ગણું કે કરેડ ગણું પણ ભેગવવું પડે છે.
પ્રશ્ન : આવાં દુખે કઈને ભેગવવાં પડયાને દાખલે છે ખરો?
ઉત્તર : સરવાળા બાદબાકી સહિત પાપના ફળના દાખલા કેવલી ભગવંત સિવાય આપણું જેવા અજ્ઞાની જીવો સમજી શકીએ નહીં પરંતુ જ્ઞાની ભગવંત ફરમાવે છે કે –
करोति यत् कर्म मदेन देही, हसन् स्वधर्म सहसा विहाय । रुदंश्चिरंरौरवरंन्ध्रमध्ये, भुंक्त फलं तस्य किमप्यवाच्यं ॥१॥
અર્થ : જીવ અજ્ઞાનના વશ બનીને, અભિમાનમાં આવીને, ઘણી વાર મહા ભયંકર કાર્ય કરતાં પણ ખચકાતું નથી, અને દુખ પામતા આત્માના બરાડા, ચીસે જોઈ, સાંભળી ખૂબ હસે છે, પિતાના કર્તવ્યને ભૂલી જાય છે. પરંતુ જ્યારે તેને ભેગવવાને પ્રસંગ આવે છે, ત્યારે નરકાદિ ગતિઓમાં પિતે પણ, ભયંકર વેદના ભોગવે છે. જેનું વર્ણન કેવલી ભગવંત પણ કરી શકતા નથી. આ જગ્યાએ શ્રેણિક રાજાની નાની કથા લખાય છે.
મગધ દેશમાં રાજગૃહ નગરમાં, હૈહયવંશના પ્રસેનજિત રાજાને, સે પુત્ર હતા. તેણે બધાની પરીક્ષા કરીને, સર્વથી નાના શ્રેણિકને, રાજ્ય આપ્યું હતું. પ્રારંભમાં શ્રેણિક મહા શિકારી હતો. શ્રી વીતરાગ શાસનના મહામુનિરાજોને, સમાગમ પામ્યા નહતા. તેણે એક વાર ગર્ભનાભારથી ખૂબ થાકેલી અને નહીં દેડી શકતી, એવી હરિણી ઉપર બાણ છોડ્યું. મૃગલી બાણથી વીંધાઈ ગઈ. અને જમીન ઉપર પછડાઈ ગઈ. ગર્ભ બહાર ફેંકાઈ ગયો. થોડી વાર કાળી વેદના થવાથી ચીસ પાડી મૃગલી મરણ પામી.
રાજા શ્રેણિક ખૂબ જ ખુશી થયો. તાળીઓ પાડી કૂદવા લાગ્યા. આ વખતે આવા કુકમથી, પેલી નરકમાં જવા યોગ્ય, નાનામાં નાનું પણ, ચોરાસી હજાર વર્ષના પ્રમાણવાળું,