________________
૪૧૮
4 www,
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ એક વાર રાજા જિતશત્રુ અને રાણી સુકુમારિકા, ગંગાનદી ઉપર ફરવા ગયાં. કાંઠા ઉપર ઊભા રહી નદીના પ્રવાહ જોતાં હતાં, તેવામાં રાણીએ નજર ચૂકવીને, રાજાને નદીમાં ધકકે મારી દીધું. રાજા નદીના પ્રવાહમાં તણાવા લાગ્યો.
રાણીએ બનાવટી રુદન, વિલાપ કર્યા. ઘેર આવી, નિર્વિઘ્ન પાંગળાપતિ સાથે પ્રેમપૂર્વક વિલાસ ભેગવવા લાગી. આવક વગરના ખર્ચથી, ધનદાગીના ખલાસ થઈ ગયા. ઘર અને ગામ ખાલી કરીને, સુકુમારિકા પિતાના પાંગળા પતિને ઉપાડીને, ફરવા લાગી. પાંગળાને પિતાના ખભા ઉપર ઉપાડીને ફરે છે. પાંગળો ગાયને ગાય છે. રાણી રૂપ વડે દેવાંગના જેવી છે.
લોકો બંનેનું આવું અસમંજસ, પતિપત્નીપણું જોઈ આશ્ચર્ય પામે છે. ગાયન સાંભળે છે. રૂપ જુએ છે. લોકે પૂછે છે : બાઈ! તમારા જેવી રૂપસુન્દરીને, આ પતિ કેમ? સુકુમારિકા બધાને ઉત્તર આપે છે અમારાં લગ્ન થયાં ત્યારે આવું કશું નેતું. પરંતુ કમને કાંઈ શરમ ડી છે? મારા સ્વામી રૂપરૂપને અંબાર હતા. ધન પણ ઘણું હતું પરંતુ તેમના પગમાં રોગ આવ્યો. પગ કપાવવા પડ્યા, અને કમાવાની શક્તિ વાઈ ગઈ બેઠા બેઠા ધન હતું તે ખવાઈ ગયું. ભાઈએ ! વગર આવકે રાજાઓનાં રાજ્ય પણ ખલાસ થાય છે.
પછી તો અમે આમ ભિક્ષા માગી, આજીવિકા ચલાવીએ છીએ. મારા સ્વામીનાથના ગાયને સાંભળીને, લોકો અમને ખાવા-પીવા, પહેરવા, રહેવા આપે છે. સતીને એ ધર્મ છે કે, પતિ ભૂલો હોય, લંગડો હોય, કાણે હોય, અંધ હોય, બહેરે હોય, કેઢીઓ હોય, રોગી હોય, ગમે તેવો હોય તો પણ ઇન્દ્રતુલ્ય માનવો જોઈએ. મયણુ સુન્દરી વગેરેના દાખલા પ્રસિદ્ધ છે.
સતીનાં આવાં વચન સાંભળી, લોકે પિતાના ઘેર બહુમાનથી જમાડે છે. વખતે લૂગડાં કે પૈસા પણ આપે છે. આ રીતે રૂપ અને રાગના યોગથી; સુકુમારિકા અને પાંગળાના પરમાનંદમય દિવસો જાય છે. આ બાજુ સુકુમારિકાના પ્રયાસથી ગંગા નદીમાં ફેંકાયેલા રાજા જિતશત્રુને, પાટીઉં મળી જવાથી, ચોવીસ કલાકે, એક મહાનગરીના પરિસરમાં, નીકળી જવા અનુકૂળતા મળી ગઈ. બે દિવસના થાકથી, વસ્ત્રોને સુકાવીને, એક મોટા ઝાડ નીચે નિદ્રા લીધી.
ઘણા થાકના કારણે આખી રાત નિંદ્રામાં ક્ષણની માફક ચાલી ગઈ. તે જ દિવસે તે નગરીના અપુત્ર રાજવીનું મરણ થવાથી, અને જિતશત્રુ રાજાના પુણ્યદયથી દેવી, પ્રેરિત પંચ દિવ્યના પ્રયોગથી, તે નગરીનું રાજ્ય જિતશત્રુ રાજાને મળ્યું. અને ચોવીસ કલાકે સામાન્ય દુકાનદાર મટી મોટા રાજવી થયા.
ઘણા મિત્ર કે દેવન, જે ધાર્યું નવ થાય, પણ પુણ્યદય મિત્રથી, સ્વર્ગલોક સર્જાય.