________________
૪૨૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
તેમાં પહેલે કાશી દેશ વારાણસી નગરીને સ્વામી કટક રાજા હતો. બીજે હસ્તિનાપુરને રાજા કરેણુદત્ત હતું. અને ત્રીજે કેશલા નગરીને સ્વામી દીર્ઘરાજા હતા. અને એથે ચંપા નગરીને રાજા પુષ્પચૂલ નૃપ હતો. આ પાંચે મિત્રે પરસ્પર વિગ ન ખમી શકવાથી, અવારનવાર ભેગા થતા હતા. પછી તે એવો કમ ગોઠવ્યું કે, પાંચે રાજા પ્રતિવર્ષ વારાફરતી, એક મિત્રની રાજધાનીમાં રહેતા હતા. છેલ્લા પાંચે રાજવીઓ કાંપીલ્યપુરમાં સાથે આવ્યા હતા.
આબ્રહ્મ રાજાને ચૂલનીરાણીથી, ચૌદ મહા સ્વપ્ન સૂચિત, બહાદત્તનામા ચક્રવર્તિ ત્વ પરાક્રમધારી પુત્ર થયો હતે. તેની લગભગ બાર વર્ષની વય હતી. તેવામાં એકદમ બીજા ચાર મિત્રોની હાજરીમાં, રાજા બ્રહ્મને મસ્તકમાં મહા વેદના શરૂ થઈ. અને ઔષધ કે મણું– મંત્રોથી પણ અસાધ્ય જણાવાથી, રાજા બ્રહ્મને, નિશ્ચય થયો કે : હવે મારું આયુષ્ય અતિ અલ્પ છે. તેથી તેણે તે જ ક્ષણે, ચારે મિત્રોને પાસે બેસાડી, પિતાના પુત્રની અને રાજ્યની વ્યવસ્થા ભળાવી. મરવાની ક્ષણો ગણાતી હતી.
આ જગતમાં જન્મવું એ વિકાર છે, અને મરવું એ સ્વભાવ છે. જન્મના દિવસથી જ પ્રાણીઓને મરવાને પ્રારંભ સરજાય છે. મહાપુરુષ ફરમાવે છે કે
वध्यस्य चौरस्य यथापशोर्वा, संप्राप्यमाणस्य पदं वधस्य ।
शनैः शनैरेति मृतिः समीपं, तथाऽखिलस्येति कथंप्रमादः ॥ १॥ અર્થ : કઈ રાજાના મહાન ગુનેગારને, અથવા ક્રૂર દેવી ભક્તોએ દેવીને કપેલા પ્રાણીને, જેટલાં વધસ્થાન સામે પગલાં ભરાય છે, તેટલું મરણ નજીક આવતું જાય છે. તેમ જન્મેલા મનુષ્ય વગેરે પ્રાણી સર્વના જેટલા દિવસો જાય છે, તેટલા આયુષના દિવસો ઓછા થઈ રહ્યા છે;
“જ્યારે જન્મ્યા માનવી, નિયત ત્યારથી નાશ હરિહરબ્રહ્મ–પુરંદરા, અનંત ગયા યમવાસ.” ૧ “રાવણ જેવા રાજવી, કુબેર સમ ધનવાન ! સુરગુરુ સમ બુધ્ધિધરા, સૂતા જઈ સ્મશાન.” ૨ “અનંતા ઈભ્યને રાજા, થયા શ્રી પૃથ્વીના સ્વામી મરી તે હાથ પગ ઘસતા, થયા તે ચગતિ ગામી.” ૩
કાલે કરવા ચિન્તવ્યું, તે તું કરી લે આજ નહિતર અધવચ રહી જશે, જે આવ્યા જમરાજ.” ૪ “મરણ સર્પ તુજ ઘર વિશે, રહે. દિવસ ને રાત ! અવશ્ય તુજને કરડશે. શીદ માને સુખ સાત. ૫