________________
પુણ્યને ઉદય થાય ત્યારે વિને નાશ પામે છે
अघटतिघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते ।
विधिरेवतानि घटयति, यानि पुमान् नैव चिन्तयति ॥ १॥
અર્થ : કશું ગોઠવ્યું ન હોય, તે પોતાની મેળે જ ગોઠવાઈ જાય છે. અને ઘણી યેજનાપૂર્વક ગોઠવેલું વિખરાઈ જાય છે. માણસનું અથવા પ્રાણીનું–જીવનું ભાગ્યે જ એવું ગોઠવી મૂકે છે કે, જે વાત જ્યારે પણ કલ્પનામાં આવી જ ન હોય. રાજા જિતશત્રુને એમ જ બન્યું.
સુકુમારિકા કુલટાએ રાજાને મારવાને કરેલો પ્રયાસ રાજાના જોરદાર નસીબથી પલટાઈને દુખની જગ્યાએ સુખમાં ફેરવાયો. કેઈ કવિ –
કરે કષ્ટમાં પાડવા, દુર્જન કોડ ઉપાય પુણ્યવંતને તે બધાં, સુખનાં કારણે થાય.”
નગરી અને દેશમાં જિતશત્રુ રાજાની આજ્ઞા ગોઠવાઈ ગઈ. સુકુમારિકા અને લંગડો પણ ફરતાં ફરતાં તેજ નગરમાં આવ્યાં. અને લેકમુખે મહાસતી તરીકેની જાહેરાત સાંભળી, રાજાએ પિતાની પાસે બોલાવ્યાં. અને બંનેને ઓળખી લીધાં. રાજા કહે છે –
बाह्वोरुधिरमापीतं, भक्षितं मांसमुरुजं । भागिरथ्यां पतिः क्षिप्त, साधु-साधु पतिव्रते ॥१॥
અર્થ : જે પતિએ પિતાની બાહુની નસ કાપીને, જેણીને પિતાના રૂધિરનું પાન કરાવ્યું, અને જંઘાનું માંસ કાપીને, ખવડાવી જેણને ક્ષુધા મટાડી, તે જ કુલટાએ ઉપકારી એવા પિતાના પતિને, ગંગા નદીમાં ધક્કો મારી ફેંકી દીધે. એવી હે પતિવ્રતા! તને ધન્યવાદ છે-ધન્યવાદ છે.
આવું સંભળાવી બંનેને દેશનિકાલ કર્યા. અને સંસારની અસારતા વિચારી, રાજાએ પોતાના જિતશત્રુપણાને સાર્થક બનાવવા પરલેક સુધાર્યો. અત્યંતર શત્રુને જિત્યા.
ઇતિ ઘરનેકરના ભવાડા પ્રસંગ બીજે સંપૂર્ણ
ઘરનેકરના ભવાડા અને બારમા ચકી બ્રહ્મદત્તની માતા ચૂલની
તેરમા જિનેશ્વરદેવ વિમલનાથ સ્વામીના જન્મ વડે, પવિત્ર બનેલી કાંપિલ્યપુર નામા નગરીમાં, બાવીસમા નેમનાથ જિનેશ્વર દેવના તીર્થમાં, બ્રહ્મનામને મહાપરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. તેને અનેક રાણીઓમાં ચૂલની પટ્ટરાણી હતી. તે રાજાને ચાર મિત્રરાજાઓ હતા.