________________
૪૦૬
જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ
પ્રશ્ન : આ કાળમાં એક્તા વિચારવાનું કારણ ચારિત્રની શુદ્ધિ માટે જ કે બીજું કાંઈ?
ઉત્તર : કેવળ ત્યાગ ભાવનાથી કર્મ અપાવવા માટે જ, એકલા રહેવું તે પણ, આ કાળના અમારા જેવા, વૃતિ, ત્યાગ અને સંઘયણના બળ વગરનાઓ માટે, બીસ્કુલ લાભકારક છે નહીં. આચાર્ય ભગવાન્ સિદ્ધસેનસૂરિ મહારાજ ફરમાવે છે કે. रागाद्यपाय विषमे, सन्मार्गेचरतां सतां । रत्नत्रयजुषामैक्यं, कुशलाय न जायते ॥१॥ नैकस्य सुकृतोल्लासो, नैकस्यार्थोपि तादृशः। नैकस्य काम संप्राप्तिनको मोक्षाय कल्पते ॥२॥
અર્થ : રાગદ્વેષ-કેધ, માન, માયા, લોભાદિ અનેક અપાયે (પડવાનાં કારણો)થી ભરેલા એવા આ સંસારમાં, ચારિત્ર માર્ગમાં ચાલનારા, રત્નત્રયીના આરાધક, મહામુનિરાજોને, એકલા વિહાર કરે છે, પરલેકના કલ્યાણ માટે નથી. અર્થાત્ એકલા વિચરનાર સાધુઓનું ચારિત્ર, અનેક રીતે જોખમમાં જ મુકાય છે.
એકલા રહેનારને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની, પ્રાપ્તિના કે મજબૂત કરવાના, ઉલ્લાસે આવતા નથી. એકલા રહેનારને, તપશ્ચર્યા કે અધ્યયન-અધ્યાપનને સ્વાર્થ સધાતું નથી. એકલા રહેનારને, મમતાને નાશ કરનારી કઈ કામના સધાતી નથી. તથા આવા ભીષણ પંચમકાળમાં, એકલા રહેનારને – એકાકી વિચરનાર સાધુને, થેડા ભ પછી પણ, મોક્ષદાયક સાધને સાંપડવાં દુર્લભ છે. કહ્યું છે કેઃ
ગીતાર્થ વિણ જે ઉગ્ર વિહારી, તપીયા પણ મુનિ બહુલ સંસારી અલ્પાગમ તપ કલેશ તે જાણે, ધર્મદાસગણી વચન પ્રમાણો.”
ગીતાર્થ ભાવાચાર્ય અને તેમની નિશ્રાએ, વિચરતા મુનિરાજે, આરાધક ગણાય છે. પરંતુ વીતરાગને માર્ગ નહીં સમજેલાં, ઉગ્ર વિહાર કરતા હોય, છઠાઠમાદિ, તપ કરતા હોય, તે પણ, બહુલ, સંસારી કહ્યા છે.
પ્રશ્ન : ગીતાર્થ કેને કહેવાય ? ઉત્તર : નવમા , રથો તરસેવ દો વાળ !
उभयेएय संजुत्तो, सो गीअत्थो मुणेअव्वो ॥१॥ અર્થ ગીત એટલે સૂત્ર અને સૂત્રને શબ્દાર્થ-ભાવાર્થ-વિશેષાર્થ ઔપયર્થ – વ્યાખ્યાન. તેનું નામ અર્ધ-સૂત્ર-અર્થના જ્ઞાતા તે ગીતાર્થ જાણવા, એટલે વર્તમાન,