________________
પુણ્યને ઉદય થાય તે રાંક પણ રાજા બને છે. મૂખ પણ ધનવાન બને છે. ૪૦૦
અર્થ: રાજા ધર્મ હોય તે, પ્રજા ધમ બને છે. જેમ સંપ્રતિ અને કુમારપાળરાજાની પ્રજા ધર્મ પામી હતી. રાજા પાપી હોય તે, પ્રજા પાપી બને છે. રાજા મધ્યમ હોય તે, પ્રજા મધ્યમ રહે છે. ટૂંકાણમાં પ્રજા પ્રાયઃ રાજાને અનુસરનારી હોય છે. જે રાજા તેવી પ્રજા. ધાત્રીવાહન રાજાને ઉપદેશ આપી, અસ્થિમજજા જૈન બનાવી, કાષ્ઠમુનિ વિહાર કરી ગયા. અને નિરતિચાર ચારિત્ર આરાધી, આઠકર્મને ક્ષય કરી, મુક્તિપુરીમાં ચાલ્યા ગયા.
બીજી બાજુ પુત્ર અને પતિને ભયંકર હ કરનારી વજા, તથા સ્વામીહી બટુક (વજાને જાર), આ બન્ને, વાસનાઓ, વિકારો અને વિષયના કાદવમાં, ભૂંડની પેઠે ડૂબી ગયેલાં, અનાચાર, અકૃત્ય, અપેય, અખાદ્યમાં અંધ બનીને, મરીને સંસારમાં, ચોરાસી લાખ યોનિના મુસાફર થયાં.
ઈતિ ઘરનેકરના ભ્રષ્ટાચાર સૂચક પ્રસંગ ૧ લે.
પ્રશ્ન : રખડતા, ભટકતા, આપત્તિમાં સપડાયેલા વણિકબાળકને રાજ્ય મળ્યું? આ વાત દલીલથી કેમ માની શકાય? વાણિયા રાજ્ય સાચવી પણ કેમ જાણે? રાજ્યતે ક્ષત્રિયેનું કહેવાય છે ને?
ઉત્તર ઃ રાજ્ય કે લક્ષમી કોઈ વ્યક્તિને વરેલાં નથી. પરંતુ જેના પુણ્ય જોરદાર હોય તેને વરમાળા પહેરાવે છે.
“નહીં કોઈની નાર, પૃથ્વી કે લક્ષ્મી બની પુણ્યદય જસપાસ, તસ નારી કમલાવની.(અવની = પૃથ્વી) “પુણ્યદય જે થાય, ભિક્ષુક પણ રાજા બને ! પુણ્યવૃન્દ ક્ષય થાય, ભિક્ષુક થઈ વનમાં ભમે.” “પુણ્ય ઉદય જે થાય, શત્રુઓ પગમાં નમે ! યદિ પુણ્ય ક્ષય થાય, ટુકડાઓ માગી જમે.”
આ કાળમાં ઘણું આવા બનાવ બનતા હોય છે. ધ્યાનપૂર્વક જેનારને દેખાય છે. ૧૯૭૦ આસપાસ બનેલ બનાવ લખું છું. વીરમગામ સ્ટેશનથી દશબાર માઈલ ઉપર, જેનેનું એક ઉપરિયાલા તીર્થ છે. ત્યાં ધર્મશાળા નવીન બનતી હતી. તેમાં એક દશબાર વર્ષને, માબાપ વગરને મુસલમાન છોકરે, મજૂર તરીકે, મજૂરી આવતો હતો. આ
૫૨