________________
કર્મના ઉદયથી જ સંસારમાં આત્મા નાને મોટે કે સુખી દુઃખી કહેવાય છે
૪૧૩
કીડી-પતંગ હરિ-માતંગપણું ભજે રે, થાયે સર્પ શિયાળ બ્રાહ્મણ-ક્ષત્રિય વૈશ્ય કહાવતા રે, થાયે શૂદ્ર ચંડાલ.” છે ૧છે “લાખ ચોરાસી ચાટે રમતે રંગસુરે કરી કરી નવનવા વેશ, રૂપ-કુરૂપ-ધની-નિધન-સૈભાગિઓ રે.” “દુર્ભાગી દરવેશ-ચેતન? ચિત્ત ચેતિએ રે, લહી માનવ અવતાર ! ભાવ નાટકથી જે હવે ઉભગારે, તે છેડો વિષય વિકાર છે
આવા કુમારપાળ, સયાજીરાવ ગાયકવાડ, અને બજાણું નરેશના જેવા, બીજા પણ અનેક દાખલા બન્યા હોય છે. બની ગયા છે. બીજા પણ પહેલી વયના, ગરીબ, સાધારણ, ચિંથરેહાલમનુષ્ય, ધનવાન કરોડપતિઓ બન્યાના દાખલાઓ, એક જ નહીં પણ સંખ્યાબંધ હમણાં નજરે દેખાય છે. સંભળાય છે. ઇતિહાસમાં વાંચવા પણ મળે છે. અને ધનવાન લક્ષાધિપતિઓ કે કરોડપતિઓ નિર્ધન થયેલા પણ નજરની સામે દેખાય છે.
છપનિયા દુષ્કાળમાં કહેવાઈ ગયેલું કે :* મોટા ઠાકોર થાળીએજમતા, દૂધ ચેખા ને દહીં રાબડીસારૂ રોજરખડતા, ટુકડા મળે નહીં.” ૧ છે તથા વળી, “ચડતી પડતી, ભરતી ઓટ, કાંટાવાડ, કિલ્લાકોટ, ઠીકકરભેજન કાંચનથાળ, મુક્તદુષ્કૃત ભેદ વિશાળ. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
अघटित घटितानि घटयति, सुघटित घटितानि जर्जरी कुरुते । विधिरेव तानि । घटयति, यानि पुमान्नैव चिन्तयति ॥ १ ॥
અર્થ : જે વસ્તુ કલ્પનામાં આવી પણ ન હોય, તેવી વસ્તુ થયેલી દેખાય છે. અને જે વસ્તુ ચેકકસ ગોઠવાઈ ગયેલી હોય, તેવી વ્યવસ્થિત બનેલી ઘટના અદશ્ય બની જાય છે. જગતના બુદ્ધિમાન કલ્પી પણ ન શકે, તેવી ઘટનાઓ માણસના અથવા જીવોના શુભઅશુભના ઉદયેથી ફેરવાઈ જાય છે.