________________
૪૦૫ ~
-
માણસ ધારે છે શું? અને થાય છે શું? કહે છે કે ઃ સવારમાં અમુક–સમયે હું આખા જગતને, બધી પૃથ્વીને, ચક્રવર્તી રાજા થવાને હતે. તે જ લગ્ન વખતે હું એક-જટાધારી તાપસ જેવો બનીને, વનવાસ જઈ રહ્યો છું. આ છે સંસારની ભુલભુલામણી.
“ઘાર્યું તે અળગું ખસે, અણધાર્યું તે થાય છે
કેટીશ્વર નિર્ધન બને, નૃપવર ભીખ મગાય.” કાષ્ઠશેઠે ઘરમાં આવીને જોયું-કુકડે નથી, એના નથી, પુત્ર નથી, ધાવ નથી. બધાં ક્યાં ગયાં ? અને પાંજરા સામું જોયું. પોપટને જે. પિપટ કહે છેઃ સ્વામી, પાંજરું ઉઘાડું મૂકે. બધું સંભળાવું. કાષ્ઠશેઠે પાંજરાનું કાર-બારણું ખોલી નાખ્યું.
પિપટ ઉડીને ઝાડ ઉપર બેઠો અને બટુક તથા શેઠાણીને વ્યભિચાર અને તે જ કારણે સારિકા તથા કુકડાનું મરણ કહી સંભળાવ્યું. અને કહ્યું કે સ્વામી! આપની આ કુલટા પત્ની અને અધમ સેવક, બે પતિ-પત્ની બન્યાં છે. તથા દેવકુમાર જેવા દેવપ્રિય બાળકને, મારી નાખવાનાં હતાં. પરંતુ તમારી વફાદાર ઉત્તમ-કરડી-ધાવ, બાળકને ઉપાડીને, બચાવવા માટે નાસી ગઈ છે. આ બે જણાંના અધમ આચરણોને જેતે, આપના આવવાના માર્ગને નિહાળતે, દુખમય દિવસે વિતાવું છું.
વજા અને બટુકે અત્યાર પહેલાંથી, નાસી જવાની, સર્વ તૈયારી કરી રાખી હતી. તેથી શેઠને ઘેર આવેલા જાણવાની સાથે જ, તૈયાર કરી રાખેલ કીમતી ધનસામગ્રી લઈને, બંને જણ પાછલા દ્વારેથી નાસી ગયાં. શ્રેષ્ઠીએ ઘરમાં પ્રવેશ કર્યો. બે અદષ્ટવ્યમુખ, વજા–બટુકને, નાસી ગયેલાં જાણ, હર્ષ પામ્યા અને પોતે કમાઈ લાવેલા અને ઘરમાં બચેલા માલ-મિલકત વેચી-વટાવી, સાતે ક્ષેત્રોમાં વાપરી, વૈરાગ્ય પામી, દીક્ષા લીધી. ગુરુ સેવા પામી, ગીતાર્થ થયા, કર્મ અપાવવા એકાકી વિચરવા લાગ્યા.
પ્રશ્ન : એકલા વિચરનાર સાધુઓનાં કર્મ વધારે ખપે. જલદી નાશ પામે છે?
ઉત્તર ઃ ગીતાર્થ – જ્ઞાની, ત્યાગી, નિસ્પૃહી, ગુણના દરિયા, અપ્રમાદી, અલેલુપી, અસંગ્રહી, અને વિકાસનાં કારણે વળગે તે પણ, લલચાય નહીં તેવા મહાપુરુષે, એકલા વિચરે છે, અને તેમનાં કર્મો પણ જરૂર આપવા માંડે છે. ઝાંઝરિયા મહામુનિરાજ વગેરે.
પ્રશ્ન : તે પછી હમણાં એકલા વિચરનારનાં કર્મ કેમ ન ખપે ?
ઉત્તર : હમણાં એકલા વિચરનારનાં કર્મ ખપવાનાં કારણે તે અસંભવિત જેવાં છે. પરંતુ આ કાળના એકલવિહારી સાધુએ, વધારે ગુનેગાર બનવાના કારણે જોરદાર દેખાય છે.