________________
આજ્ઞાને સમજાવનારી ઉપનયવાળી કથા
૩૭૩ આજ્ઞા અખંડ આરાધી છે. મહારાજ લક્ષમણજીએ વડીલ બંધુ રામચંદ્ર મહારાજની આજ્ઞા અખંડ આરાધી છે. મહારાજ યુધિષ્ઠિરે માતા કુંતીદેવીની અને ચાર પાંડવોએ, યુધિષ્ઠિરની આજ્ઞા આરાધી છે. તે જ પ્રમાણે ભક્તો પણ, પૂજ્ય પુરુષોની નિર્દષણ આજ્ઞા સ્વીકાર કરે છે.
આજ્ઞાના ફળને બતાવનારી એક ઉપનયવાળી ધનવાન મુસાફરની કથા લખાય છે.
એક નગરમાં આત્મારામ નામને કઈ એક વણિક, ધન કમાવા માટે પોતાના, માતા-પિતા, પત્ની-ભગિની, પુત્ર-પુત્રીઓને ઘેર રાખીને, ધન કમાવાની શોધ કરતો, ઘણું દૂર દેશમાં ચાલ્યો ગયે. કેટલેક કાળ નસીબની પ્રતિકૂળતાને કારણે, દ્રવ્ય પ્રાપ્તિ થઈ નહીં. ભવિતવ્યના રોગથી, એક ઝવેરીની નેકરી મળી ગઈ. શ્રેષ્ઠી ખૂબ ધર્માત્મા અને ઉપકારી હતા. તેથી ગુમાસ્તા ઉપર ખૂબ પ્રસન્ન રહેતા હતા.
નસીબની મહેરબાની વધવાથી, શેઠની મહેરબાની વધવા લાગી. લાભાન્તરાયનો ક્ષયોપશમ વધ્યો. ક્રમે પોતાને વેપાર કરતાં, મોટે ધનવાન થયે. અને વિચાર કરવા લાગ્યો. ધન મળવાથી શું લાભ? મારું બધું કુટુંબ હજારે ગાઉ દૂર દેશમાં છે. મારે હવે વેપાર આટોપીને ઘર ભેગા થવું જોઈએ. આવો વિચાર કરીને, આત્મારામે પ્રથમ નંબરનાં ત્રણ રત્નો લીધાં. પછી બીજા નંબરનાં પાંચ રને લીધાં. પછી ત્રીજા નંબરના આઠ રન લીધાં. પછી ચોથા નંબરનાં દશ રત્ન લીધાં. પછી પાંચમા નંબરનાં સત્તર રત્ન લીધાં.
બસ આવા મહાકીમતી, ૪૩ રત્ન મેળવ્યા પછી, આત્મારામે એક આકડાના રૂને ઝબો જાતે બનાવ્યો. અને તેમાં આંતરા આંતરા, પિતાનાં પ્રસ્તુત તેતાલીસ રત્નને, ગોઠવીને સીવી લીધાં. ડગલ પહેરવાથી, કેઈ ચેર, ધાડપાડુ કે રાજ્યાધિકારીઓ જાણું શકે જ નહીં કે આ માણસ પાસે ધન છે.
આ બાજુ આત્મારામ શ્રેષ્ઠિએ વિચાર કર્યો કે, કોઈ પણ લાયક–સજજન માર્ગદર્શક મેળવવો જોઈએ. તપાસ કરતાં, પિતાના શેઠને જ એક માણસ, ઘણું વર્ષને અનુભવી, સેંકડોવાર મુસાફરી કરવા વડે, જુદા જુદા દેશે અને અટવીના માર્ગને, ખૂબ જ જાણકાર મળી ગયો. તેનું નામ હતું પરમાનંદ. તેને પણ પોતાના દેશમાં જવું હતું. તે ખૂબ વૃદ્ધ હેવાથી ઘણો અશકત હતું, તેથી દેશમાં જવા માટે સહાયક શેધ હતો.
આ બાજુ કેટલાક ધન કમાએલા વેપારીઓ, દેશમાં જવા રવાના થતા હતા. તે બધા માર્ગના અને દિશાઓના પણ અજાણ હતા. તેમણે પોતાના ધનનાં ગાડાં ભર્યા હતાં. રક્ષકો પણ રાખ્યા હતા. પરંતુ તેઓ પણ દિશા અને માર્ગના સાવ અજાણ હતા. તે લોકોએ આપણી વાર્તાના નાયક, આત્મારામ શેઠને સાથે આવવા સમજાવ્યા, પણ તેણે માર્ગના જ્ઞાન માટે તપાસ કરતાં વિશ્વાસ લાગે નહી.
છેવટે પ્રસ્તુત પિતાના શેઠની દુકાનના જાણીતા અનુભવી, સજજનને, સાથે લેવા