________________
www
રાણકદેવીના રૂપના કારણે તેના કુટુંબને નાશ અને સિદ્ધરાજની અધમતા. ૩૮૫ બુદ્ધિ અને દલીલ યુક્ત હોવાથી માતાપિતાએ, બાળાની ઈચ્છા પૂર્ણ કરી. કુલહડ ભરવાડ અને કામલતા રાજકુમારીનાં લગ્ન થયાં. રતિ જેવી રૂપાળી, અને સરસ્વતી જેવી ડાહી દીકરીને, ભરવાડને પરણાવતાં ઘણું દુઃખ લાગ્યું. પરંતુ ભાવિભાવ કેમ પલટાય? કહ્યું છે કે –
“ગેારી. શંકરને વરી. રેણુકા જમદગ્ન
રિચિક મુનિ સાથે થયાં, સત્યવતીના લગ્ન.” અર્થ? ભાગ્યની વિચિત્રતાથી પાર્વતી બાળા ઘરડા શિવજીને પરણી હતી. તદન નાની બાળા રેણુકા (પરશુરામની માતા) ઘરડા જમદગ્નિ સાથે પરણી હતી. અને ગાધિરાજા અને વિશ્વારાણીની પુત્રી સત્યવતી, મહાવિકરાળ ઋચિક નામના તાપસ-આવા સાથે પરણી હતી. ઋચિકે આપેલા મંત્રના પ્રભાવથી વિધારાણીને, વિશ્વામિત્ર પુત્ર થયો હતો. અને સત્યવતીને (ઋચિક ઋષિની પત્નીને) જમદગ્નિ નામા પુત્ર થયે હતે.
પિતા કીર્તિધર રાજાએ, દીકરી કામલતાદેવીને, દાયજામાં કેટલાંક ગામો આપ્યાં. કેટલાક કાળ પછી, સતી કામલતાદેવીને, ફુલહડથી મહાપરાક્રમી પુત્ર થયો. લાખો ફુલાણી નામ થયું. મહાબળવાન થઈકચ્છ દેશને રાજા થયો. ગુજરાતના રાજા મૂળરાજના સૈન્ય સાથે અગિયારવાર યુદ્ધ થયું. લાખાની જીત થઈ. પરંતુ બારમી લડાઈમાં લાખો મૂળરાજ સાથે લડતાં મરાયો. મૂળરાજે લાખાકુલાણુના મડદાને પાટુ મારી. તેની ખબર પડતાં, સતી કામલતદેવીએ, મૂળરાજને શ્રાપ દીધો હતો. તે શ્રાપ કુમારપાળ સુધી ચાલ્યો હતે.
ગમે તેમ હોય પરંતુ રાણકદેવી બારમી સદીમાં થઈ છે એમાં બે મત નથી. રાણકદેવીના ઠામઠામથી માગાં આવતાં હતાં. એવામાં જૂનાગઢના રા'ખેંગારને રાણકદેવીના રૂપલાવણ્ય આદિ ગુણ સાંભળવા મળ્યા હતા. અહીં સિદ્ધરાજ જયસિંહને પણ રાણકદેવડી સાથે પરણવાની તાલાવેલી હતી જ પરંતુ ભવિતવ્યતા. “નાર વાગ્યે સચ તત્તકા મત.
“ઉદ્યમ કરો હજાર, થાવાનું ચોકકસ થશે અણુચિન્દુ મળે આય, પકડયું પણ નાસી જશે.”
અર્થ : રા'ખેંગાર એકવાર, વેગીલી ઘડી ઉપર આરૂઢ થઈ મજેવડી આવ્યું. રાણકદેવીએ ખેગારના વખાણ સાંભળેલાં. આજે પરસ્પર મેળાપ થયો. ઘોડી ઉપર બેસાડી રાજધાનીમાં લાવી વિધિવિધાનથી લગ્ન થયાં. ગયા જન્મના સંસ્કારથી પરસ્પરથી અવિહડ સ્નેહ થયે અને વળે.
રા'ખેંગાર રાણકદેવીને પરણી ગયાના સમાચાર સિદ્ધરાજને મળ્યા, અને ચિત્તમાં તેલ રેડાયું. હજી પણ કઈ પણ ભોગે રાણકદેવડીને લાવું, તેજ જંપીને બેસું. સિદ્ધરાજના