________________
સ્વયં પરીક્ષા કે પસંદગી તે કુલાચાર નથી પણ, દુરાચાર થવાનો ભય ગણાય. ૩૯૫ સ્વામી ફરમાવી ગયા છે જ ઉતા વારિ, નાથમાથા I તથા રૂછીતનું ,
અર્થ : પ્રભુશ્રી મહાવીર સ્વામીએ ગોતમગણધરને ઉદ્દેશીને કહેલું છે કે : અનંતી પાપની રાશીઓ એકઠી થાય ત્યારે જ જીવને સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે.
તેથી સ્ત્રી જાતીએ અનંતકાળથી, પરાધીનતા, પતિના તિરસ્કાર, ગર્ભાધાનજન્ય તીવ્ર દુખે, અને રેગે, અનેક બાળકના ઉછેર અને જન્મથી તે મરણ સુધી; પ્રારંભમાં પિતા માતા અને ભાઈઓની, પછી પતિ-સાસુ-સસરાનણંદ અને જેઠાણુઓની, અને છેવટમાં પુત્રની સામે, એશીઆળી જિંદગી જીવવાનું, અને પશુગતિ કે નરકમાં ચાલ્યા જવાનું, મોટા ભાગની સ્ત્રીઓ માટે નક્કી થયેલું હોય છે.
આ બધા મહાદુખદાયી સંગે વચ્ચે પણ, અબળા જાતિને, એક જ શીલવત મહારત સચવાઈ રહે તે, આ લોક અને પરલોક બગડતા અટકી જાય છે. હું ઘણું દુખપૂર્વક જણાવું છું કે, મારું શીલવત (એક પતિવ્રત) બેવાઈ ગયું છે. આવનાર અધમ આત્માએ મને માયાજાળ રચીને, ભેળવીને, બેભાન બનાવી, મારું મહામૂલ્ય શીલરત્ન ઝૂંટવી લીધું છે. તેનું પણ ક૯યાણ થાઓ.
આજથી જ મારા માટે હવે આ૫ વરની ચિંતા કરશે નહીં. મારે હવે આ જિંદગીમાં બીજો પતિ કર નથી. અને હજારો જોખમેથી ભરેલા કુમાર જીવનને, ચલાવી લેવાની મારામાં શક્તિ નથી. માટે જ મારા આવા પરવશ જીવનને દીપક બુઝાવીને હું પરલોક જવા રવાને થાઉં છું. શીલથી ભ્રષ્ટ થઈને જીવવા કરતાં શીલ સાચવવા માટે આત્મઘાત કરવો પણ
વ્યાજબી છે. કહ્યું છે કેवरं अग्गिम्मि पवेसो, वरं विशुद्धण कम्मुणामरण। मा गहियव्वयभंगो मा जीअंखलिअसीलस्स ॥१॥
અર્થ : લીધેલી પ્રતિજ્ઞાને ભંગ કરીને, કે શીલવ્રતથી ભ્રષ્ટ થઈને, જીવવા કરતાં ત, અગ્નિમાં પ્રવેશ કરીને, અથવા બીજા કોઈ પણ સાધને વડે સુંદર આરાધના કરીને, મરી જવું વધારે સારું છે.
આ પત્ર લખીને બાળાએ પિતાની જિંદગીની સમાપ્તિનો માર્ગ સાધી લીધો. પુત્રીની બનેલી ઘટના યાદ કરીને માતાપિતાએ આખી જિંદગી આંસુઓના વરસાદ વરસાવ્યા. દીકરીને આ પ્રસ્તાવ માતાપિતાના ચિત્તમાં શલ્ય સમાન બની ગયે હતો. ઇતિ.