________________
૩૯૯
ઘર નેકરના અનાચારે કથા પહેલી
વજા શેઠાણું ઘરની માલિક હતી. છેકરે દેવપ્રિય હજી ઘણો જ બાળક હતે. ધાવબાઈ ડાહી અને સગુણ હતી તે પણ, સ્થાન તો નેકરનું જ ને? શેઠાણું ઉપર શું ચાલી શકે? શેઠજીએ દયાથી ઘરમાં રાખેલે, માતાપિતા વગરને રખડાઉ કરે. હવે વય પામવા લાગ્યો હતો. શેઠાણી વજા, તેના રૂપ લાવણ્યને વારંવાર જોતી, હતી અને કામદેવના હુમલા થતા હતા.
કઈ કઈવાર વિકારોની ભૂતાવળથી પ્રેરાએલી વા, વિકારી વા, ચુંબન અને આલીંગને પણ કરતી હતી. મુગ્ધ બટુક આવું બધું પિતાની શેઠાણની મહેરબાની તરીકે સમજીને, ચલાવી લેતો હતો. પરંતુ અગ્નિ અને માખણ પાસે પડયા રહે તો ઓગળ્યા વિના કેમ રહે?
વખત જતાં બટુકને શેઠાણીના ભાવે સમજાઈ ગયા. અને શેઠાણીના આશયને આવકાર મળ શરૂ થશે. પછી તો :
स्थानं नास्ति, क्षणंनास्ति, नास्तिप्रार्थयिता नरः। तेन नारद! नारीणां सतीत्व मुपजायते ॥१॥
અર્થ: આ લેક પૌરાણિક છે. વિષગુ–ભગવાન નારદને કહે છે કે, જગ્યા ન મળે, સમય ન મળે, અને પરપુરુષ સાથે એકાન્ત ન મળે, ત્યાં સુધી જ નારીને સતી સમજવી. ઉત્તમ કુલવતી સતી બહેનેને આ લોક લાગુ પડતો નથી. પરંતુ મોટા ભાગની સ્ત્રીઓ માર્ગ ભૂલે છે, એમ સમજવું.
બટુક શેઠાણીની ઈચ્છાઓ સમજી ગયે. બંનેને પતિ-પત્ની ભાવ શરૂ થઈ ગયે. પછી તે ધાવબાઈદેવપ્રિયને લઈને, શાળાએ ભણવા મૂકવા જાય. પિતાના ઘેર જાય. ત્યારે વજા અને બટુક મર્યાદા ભૂલી જતાં હતાં. આ બનાવ, પિપટ અને સારિકાએ જે, અને બન્નેને ઉશ્કેરાટ આવી ગયો. પરંતુ પોપટે મેનાને મૌન રહેવા શિખામણ આપી.
પરંતુ એના બોલ્યા વિના રહી શકી નહીં. અને ઉશ્કેરાઈને શેઠાણ તથા બટુકને ગમે નહીં તેવું ઘણું સંભળાવ્યું. અને છેવટે કહી દીધું કે, હવે તો શેઠ થોડા વખતમાં જ ઘેર આવશે ત્યારે આવા દુષ્ટ આચરણે શેઠને બરાબર હું સંભળાવીશ. મેનાના આવા મર્મભેદક વચનેથી, ગુસ્સે થયેલી વજાશેઠાણીએ મેનાને પાંજરામાંથી પકડીને, રડે પાડતી પક્ષિણીને, જીવતી ને જીવતી સળતા અગ્નિમાં ફેંકીને બાળી નાખી.
કારણ કે અનાચાર સેવનારના અનાચારો ખુલ્લા કરવા, તે મોટું વૈર ઊભું કરવા સમાન છે.
સારિકાનું આવું ભયંકર મરણ પિપટે નજરે જોયું. ભયથી ધ્રુજવા લાગ્યો. પરંપરાએ ધાવે પણ શેઠાણું અને બટુકની, ન ઇચછવાયોગ્ય રીતભાત સમજી લીધી. અને તેઓ જાણતાં જ ન હોય તેમ નિર્ણય કરીને, પોપટ અને ધાવ રહેવા લાગ્યા,