________________
ઘર નેકરના અનાચારે કથા પહેલી
૩૯૭ ઘરનારી એકાન્તમાં, સેઈન કરનાર ! રાખી પસ્તાવો કરે, એ પણ એક ગમાર.” ૧
નોકર સાથે દીકરી, ભગિની કે ઘરનાર ! ક્ષણ રાખે એકાન્તમાં, એ પણ એક ગમાર” ૨
આંહી કાષ્ટ શેઠના કુટુંબની કથા મગધ દેશની રાજધાની રાજગૃહ નગરમાં, કાષ્ઠ નામને એક વણિક રહેતો હતો. તેને વજા નામની પત્ની અને દેવપ્રિય નામને એક બાળક હતો. તેણે પિતાના બાળક પુત્રનું લાલન પાલન કરવા માટે નજીકના પડોસમાં રહેતી, ગરીબ પણ ખાનદાન અને બુદ્ધિમતી એક સ્ત્રીને, દેવપ્રિયની ધાવ માતા તરીકે રાખી હતી. બાઈ ઘણી સંસ્કારી હોવાથી શેઠને ખૂબ ગમી ગઈ હતી.
તેથી તેને કાયમી નોકરી આપતો હતો. બાઈ દેવપ્રિયને નવડાવે, ધવડાવે, રમાડે જમાડે, હુલાવે, બોલાવે, સારા સંસ્કાર આપે. ઘરનું બીજું પણ કામ કરે. ઘરના રક્ષણની પણ તેનામાં લાયકાત હતી. બાઈનાં હાથ–પગ અને મુખ બધાં શુદ્ધ હતાં. અર્થાત્ બાઈ હાથની ચકખી હતી, એટલે સાહુકાર હતી. પગની ચેકખી હતી. એટલે શીલવતી હતી. મુખની ચોકખી હતી. અલ્પ અને મધુર તે પણ જરૂર હોય તે જ બોલવાની ટેવવાળી હતી. નેકરના ત્રણ ગુણો :
હસ્તપાદ ને મુખ વિશે, શુદ્ધિ હોય સદાય તેવા સ્ત્રી-નર નેકરે, ઠામ ઠામ પૂજાય.” ૧
કરથી ચેરી નવ કરે, સત્ય મધુર બેલાય ! અનાચાર નવ આચરે, નોકર પણ પૂજય.” ૨ “જહા બેલો માનવી, અદત્તને હરનાર
અનાચારને સેવત, નોકર દુષ્ટ ગણાય.” ૩ શેઠને બાઈ ઉપર ઘણો વિશ્વાસ હતો. તેને પોતાની બહેન અથવા ભગિની સમાન ચાહતો હતો, તેથી તે ઘણીવાર, આ બાઈના ભરોસે માસ, બે માસ, ચાર માસની મુસાફરી પણ કરી આવતો હતો. -
આ શેઠના ઘેર, એકવાર કેઈ નિરાધાર છોકરે આવી ગયા. તે દેખાવડો પણ હતો. શેઠે દયા બુદ્ધિથી તેને પિતાના ઘેર જમાડ્યો. વસ્ત્રો પણ નવીન પહેરાવ્યાં. તપાસ કરતાં તે કઈ બ્રાહ્મણને બાળક હતો. માતાપિતા કે વાલી વારસ ન હોવાથી, કેવળ દયાના પરિણામથી, શેઠે તેને પિતાને ઘેર રાખે. દિવસો જતાં તેના વિનય અને નમ્રતાના ગુણથી, શેઠે તેને કાયમી પિતાને સેવક બનાવ્યો હતો. હજીક તેની દશ બાર વર્ષની વય હતી. તો પણ તે પિતાના વર્તનથી શેઠને ખૂબ ખુશ રાખતે હતો.