________________
૩૯૬
જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ આ ઘટના આ વિફરેલા કાળમાં બની છે. આવી દુર્ઘટના એકબે જ નહીં, સેંકડે પણ નહીં, પરંતુ હજારો બની છે, બની રહી છે. વહાલી દીકરીઓનાં માતાપિતા રડી પણ રહ્યાં છે. પ્રાણો પણ ખોવાયા છે.
પ્રશ્ન : આવી કર્મની વિટંબણાઓ–મેહના ચાળાઓ કયાં સુધી ચાલુ રહેશે?
ઉત્તર : કર્મની વિટંબણાઓ અને મેહના ચાળાઓને છેડે સર્વજ્ઞ ભગવંતે પોતે પણ વચનથી કહેવા શક્તિમાન થયા નથી. તે પછી અતિ અજ્ઞાની આપણે શું કહી શકીએ?
પ્રશ્ન : આ જ તો ઘેર ઘેર નોકર રખાય છે. પત્નીઓ–ભગિનીઓ-યુવતી બાળાઓને, નોકરો સાથે વારંવાર એકાંતવાસ ઘેર ઘેર સજાવે છે, તેનું શું વિચારવું ?
ઉત્તર : સીતા-દમયંતી દ્રૌપદી-સુભદ્રા - મદનરેખા – મલયા સુંદરી. નર્મદાસુન્દરી-રાજીમતી-મૃગાવતી-જેવી મહાસતી હોય તેને ભલે કશે ભય ન હોય.
પરંતુ આવા ભયંકર કલિકાલમાં પોતાની જાતને સાચવીને ચાલનાર બચી શકે છે. બેદરકારેને માર ખાવો પડે છે. કેઈ કવિ કહે છે કેઃ स्थानं नास्ति क्षणं नास्ति, नास्ति प्रार्थयिता नरः । तेन नारद ! नारीणां, सतीत्वमुपजायते ॥१॥
અર્થ : આ લેક વિષ્ણુ ભગવાને-નારદને સંભળાવે છે.
આ જગતમાં, આચરણની અપેક્ષા સ્ત્રીઓ ત્રણ પ્રકારની હોય છે. એક તો મહાસતીઓ, ધનથી, ર૦ ૫થી, કે મરણના ભયથી પણ ડર્યા સિવાય, મન-વચન-શરીરથી શીલરત્નને ચક્કસ સાચવે છે. બીજી પોતાના કુળની ખાનદાની, પિતાને ધર્મ, પિતાની જાતિ; પિતાના માતાપિતા પતિ-પુત્ર વગેરેને ધ્યાનમાં રાખીને, પિતાના શીલને સાચવી રાખે છે. બગડવા દેતી નથી. ભ્રષ્ટ થતી નથી. ત્રીજી સ્ત્રીઓને ઉપરના કલેક વાક્યો લાગુ પડી જાય છે. એટલે સ્થાન એકાન્ત મળી જાય, પ્રાર્થના કરનાર પુરુષ મળી જાય, અથવા અવસર મળી જાય તો, તેને બગડતાં વાર લાગતી નથી. સમય, એકાન્ત અને પુરુષ ન મળે ત્યાં સુધી તેનું શીલ જળવાઈ રહે છે.
નવરી ને વળી એક્લી, લજજા ભય પણ નય ! તેવી નારી જાતને, શીલમૂલ્ય શું હોય?” વળી ઘેર ઘેર નોકરોની વાત તે, બીલકુલ ચલાવી લેવા યોગ્ય નથી