________________
३६४
જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ બાળાની ઈચ્છા હતી જ નહીં. પરંતુ માતાપિતાના અપ્રમાણ દબાણથી, અને આવા જગતભરના પલટાયેલા વાતાવરણને વશ બની, યુવક સાથે અનિચ્છાએ પણ ફરવા જવા શરૂ થઈ યુવાન કહે છે, હવે આપણે પરસ્પરનું જીવન એકમેક કરવાના છીએ માટે સંકોચ કેમ રાખે છે ?
બાળાને ઉત્તર : સગાઈ થઈ ગઈ હોય, વિવાહ થવાનું નકકી થયું હોય તો પણ, કુમારી બાળા અને કુમાર યુવકે, લગ્નવિધિ થયા વગર શરીર સ્પર્શ કરાય જ નહીં. માટે મારી નમ્ર વિનંતિ સાંભળો, અને તે પણ એજ કે, હાલ તે આપણે માર્ગે ચાલતા મુસાફર જેવા છીએ. મારા વસ્ત્રના છેડાને પણ સ્પર્શ કર્યા સિવાય, પાપ વગરની આનંદની વાત કરે.
બેત્રણ દિવસ આ રીતે પસાર થયા, બાળાન નિર્દોષ વહેવારે યુવાનને ગમતા ન હતા, તેથી તેણે પોતાની સગી, અને બાળાની સખી મારફતે, છૂટછાટ વધારવા પ્રયાસો કરવા શરૂ કર્યો. અને ભવિતવ્યતાના પ્રભાવે, સખીઓના દબાણથી બાળાને, યુવાનના ચેનચાળાને વશ થવા ફરજ પાડી. જ્ઞાની પુરુષેએ એકાન્ત સેવવા જ નિષેધ કર્યો છે. તો પછી આ તો એકાન્તથી વધીને–અડપલાં, અટકચાળા અને છેવટે બાળાનું પવિત્ર કૌમાર્ય પણ ઝૂટવાઈ ગયું.
આપણે બંને ચોક્કસ પતિ-પત્ની થઈ ચૂક્યાં છીએ. આ વિશ્વાસ આપીને, કન્યાના પિતાના ઘરમાં ૨૦ દિવસ કે માસ જેટલે વસવાટ કરીને, યુવાને પોતાના ગામ જવા વિદાય લીધી. ચાલતી વખતે પણ અનેક પ્રકારના વિશ્વાસ આપીને, રવાના થઈ ઘેર આવી. કન્યાના પિતા ઉપર પત્ર લખી નાખે. તમારી પુત્રી બધી રીતે લાયક હોવા છતાં, ઘણી હઠીલી હોવાથી, મને કબૂલ નથી. માટે જ હું તમારી દીકરી સાથે લગ્ન કરવા નામંજૂર થાઉં છું.
આવા સ્વછંદી અને નાલાયક યુવાનના પત્રના ઉત્તર પછી, બાળાના પિતાએ યુવાનના પિતાને સંપર્ક સાધ્યો. ઘણો પત્ર વહેવાર થયા પછી, રૂબરૂ પણ જઈ આવ્યા. બાળાએ પણ યુવક ઉપર ઘણા પત્ર લખ્યા. પરંતુ પથ્થર ઉપર પાણીની માફક, કેઈન લાગવેગ કે કશી દલીલનો કોઈ સદુપયોગ થયો જ નહીં. માતાપિતા પણ બિચારાં હતાશ થયાં.
છેવટે બાપાએ પ્રસ્તુત મૂરતિયા સાથે નિષ્ફળ થયા પછી, દીકરીને એકાન્તમાં બેસાડીને, ઘણું દિલાસા આપીને, બીજા વર સાથે પરણાવવા પ્રસ્તાવ મૂક્યા. આંખોમાંથી નિતરતા આંસુએ, બાળા બાપાની અને બાની વાત સાંભળી ઊઠી ગઈ અને પિતાના એકાન્ત સ્થાનમાં આવી, એક ચિઠ્ઠી બા અને બાપા ઉપર લખી મૂકી દીધી.
દીકરીના પરમ ઉપકારી પિતાજી! અને માતુશ્રી ! મારા માટેના બનેલા બનાવથી, આ ૫ બંનેનું ચિત્ત ખૂબ ઘવાયું જણાયું છે. સંસાર આવો જ છે. પ્રભુશ્રી મહાવીર