________________
સ્વયં પરીક્ષા કે પસંદગી તે કુલાચાર નથી પણ, દુરાચાર થવાનો ભય ગણાય. ૩૯૩ કઈક જ બનાવ એવું બન્યું હશે. અને આ કાળમાં સ્વયંપરીક્ષા કરવા માટે, કુંવારી કન્યા-કુંવારા યુવક સાથે એકાન્ત સેવાય છે અથવા સેવાઈ રહી છે. આ બનાવના છેલ્લાં વીશ વર્ષોમાં છાપાઓની દુનિયાના અનુભવીઓને હજારોની સંખ્યામાં અનિચ્છનીય બનાવે બન્યા છે. જેવા અને સાંભળવા મળ્યા હશે?
પોતાની જાત પરીક્ષામાં ચારિત્રનું લીલામ સર્જાય છે, ગર્ભપાત થાય છે, આત્મઘાતો થાય છે. મારી નાખવાના બનાવ બને છે. મોટા ઝગડાઓ સર્જાય છે. આખી જિંદગી જોખમમાં મુકાય છે. આ જાત પરીક્ષાના ભૂતમાં, નારીજાતિની જ બરબાદી સિવાય કશે લાભ છે જ નહીં.
છાપાંમાં આવેલો એક કુલવતી બાળાને હૃદયદ્રાવક ચિતાર સમજવા ચોગ્ય હોઈ લખાય છે.
એક ગુજરાત-સૌરાષ્ટ્રના કેઈ આજુબાજુના ગામમાં, ઉચ્ચ કુળમાં, તથા સુખી કુટુંબોમાં વર-કન્યાના, સગપણ કરવાના હોવાથી, યુવાને પોતે જ કન્યાની પરીક્ષા અને પસંદગી માટે કન્યાના પિતાને પત્ર લખી, કન્યાને પોતાને ઘેર મોકલવા જણાવ્યું. અને ગરજવાન કન્યાના માતાપિતાએ, ભવિષ્યના વર સાથે થોડા દિવસ વસવાટ કરવા પરીક્ષા આપવા જવા દીકરીને આજ્ઞા કરી.
કન્યા અતિ સંસ્કારી ડાહી, સુશીલ હતી. તેથી તેણે ચોખા શબ્દોમાં કુમારી અવસ્થામાં પારકા ઘેર જવાની માતાપિતાને ના પાડી દીધી.
મારી પુત્રી ના પાડે છે. એમ લખવામાં મુંઝાયેલા પિતાએ, યુવાનને પિતાના ઘેર નિમંત્રણ લખ્યું. અને તે આવ્યો. તેનું આતિથ્ય-મહેમાનગતિ કરી. યુવાને કન્યાને પરીક્ષા કરવા પાસે બોલાવી.
કન્યાને ઉત્તર : મારા વડીલેની હાજરીમાં, મને પૂછવું હોય તે પૂછે. અને મારા માટે અભિપ્રાયે નક્કી કરવા હોય તે કરે. બાળાએ માબાપને પણ જણાવી દીધું કે, મારે લાજ-શરમ-મર્યાદા છેડીને, પરીક્ષા આપવી નથી. બે-ચાર દિવસો યુવાન, બાળાના પિતાને ઘેર રહ્યો. અને બાળાની સાથે વાતો કરી.
છેવટે તેણે ફરવા જવું અને બે જણને એકાન્ત વાત કરવાની, પિતાની ઈચ્છા, કન્યાના માતાપિતાને જણાવી. “જાવં સ્ટિક્સ .
કન્યાને બાપ બિચારે એસીઆળો આવો મૂરતી, આવું ઘર મળવું મુશ્કેલ માની, દીકરીને યુવાન સાથે ફરવા જવા ફરજ પાડી.
૫૦