________________
૩૮૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
પરંતુ લાખા ફુલાણીની વાત બરાબર નથી. લાખો મૂળરાજ સોલંકીના હાથે લડાઈમાં મરાયે હતો, એટલે લાખાને સમય દશમી સદીને છે. સિદ્ધરાજ બારમી સદીમાં થે છે. મૂળરાજ, સેલંકી પહેલો રાજા હતા. તેના વંશજો ચામુંડ-વલભ-દુર્લભભીમદેવ-કર્ણરાજ અને સિદ્ધરાજ સામે આવે છે.
ઇતિહાસણોની જાણ માટે લાખા ફુલાણીની કથા લાખો ફુલાણી તે મહાસતી કામલતાને પુત્ર હતો. તે કાળમાં ચંદ્રાવતીમાં પરમાર વંશીય રાજાઓ રાજ્ય કરતા હતા. પરમાર કાતિરાજને કામલતા નામની પુત્રી હતી. તેણી છ-સાત વર્ષની હશે ત્યારે, સમાન વયની બાળાઓ સાથે, એક જૂના પુરાણા દેવકુલમાં રમતી હતી. થાંભલાઓને બાથ ભીડવાની કીડા ચાલતી હતી. અંધકાર હતો. બધી બાળાઓએ એક એક થાંભલે બાથમાં લીધે. રાજબાળાએ પણ થાંભલાની જ ભ્રાન્તિથી, લાકડીને ટેકીને ઉભેલા, એક ભરવાડને બાથ ભીડી દીધી. તેનું નામ હતું કુલ્લડ.
બાળાને તત્કાળ ખ્યાલ આવી ગયે. થાંભલે નથી, પુરુષ છે, ભરવાડ છે. હાથ લઈ લીધા. શરમાઈ ગઈ. અને જતી પણ રહી. માતપિતા કે બહેનપણીઓને આ વાત જણાવી નહી. પરંતુ આ બનાવ તેણીને મહા ખેદનું કારણ બન્યો. ત્યારથી તેણીએ બાળકીડા ઉપરથી પોતાનું મન ઉઠાવી લીધું. અને ભણવામાં પરોવ્યું. વ્યવહારજ્ઞાન સાથે કુચિત ધર્મ, અને નીતિને અભ્યાસ કર્યો.
જ્યારે બાળા કામલતા, યૌવન વય પામી અને માતાપિતા વરની શોધ કરવા લાગ્યાં, ત્યારે રાજબાળાને પોતાની બાળકીડામાં, ફુલહડ ભરવાડને ભીડેલી બાથ (આલીંગન ) યાદ આવી, તુરત એક મહાસતીને ઉચિત વિચાર કરીને, માતુશ્રીને જણાવી દીધું કે, મારું લગ્ન ફુલહડ નામના ભરવાડને શેધીને તેની સાથે જ કરજો. આ જિંદગીમાં, મારે બીજા બધા પુરુષો પિતા અને ભાઈ સમાન છે. આ વાત કરીને બાળાએ, પિતાની બાળક્રીડાની ઘટના કહી સંભળાવી.
પ્રશ્નઃ નાની છોકરી વયમાં, રમતગમતમાં, ભરવાડને બાથ ભીડાઈ ગઈ તેથી શું બગડી ગયું?
ઉત્તરઃ શાસ્ત્રો અને ઈતિહાસમાં મહાસતીઓ જિંદગીમાં એક સિવાય (જેની સાથે લગ્ન થયા હોય) બીજા પુરુષને શરીરમાં, વાણીમાં કે ચિત્તમાં પ્રવેશ આપે જ નહીં. આદ્રકુમારને પરણનારી બાળા શ્રીમતીને પણ આવી જ કીડાના કારણે, કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા મુનિને, આલિંગન અપાઈ ગયું હતું.
કામલતાકુમારીએ ભરવાડને જે, ઓળખી લીધો, ત્યારથી જ મનોમન નક્કી કરી લીધેલું કે, મારે પરણવું પડશે. તે આ પુરૂષને જ પરણીશ. હવે બીજાને કેમ અડકી શકાય? ટેકીલી દીકરીની વાત સાંભળીને માતાપિતાએ બાળાને સમજાવી. પરંતુ બાળાનું બધું બોલવું