________________
૩૮૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મને પુત્રી ગણેા, પુત્રવધૂ ગણા, અથવા ભિક્ષુકી ગણા, પરંતુ મારા શીલપ્રાણેાને બચાવે. ખુદા આપનું રાજ્ય નિષ્કંટક રાખે !
બાદશાહ લીલાદેવીની કાકલુદી સાંભળતા હતા. અને સતી લીલાદેવી ખેલી રહી એટલે,—બાદશાહે તાડુકીને જણાવી દીધું કે, લીલા ! તું સીધી રીતે મારા વચને માની લઈશ તા, હું તને માનપૂર્વક રાખીશ. માટી ભેટ આપીશ. તારી બધી ઇચ્છા પૂર્ણ કરીશ. છતાં તું તારા હઠવાદ નહીં છેડે તા પણ, તું મારા કબજામાંથી છટકી શકે એમ તા નથી જ અને હું તને આજે છેડાવાના પણ નથી જ.
સતી કહે છે, નામવર ! આપ મારી ઇચ્છા પૂર્ણ કરવાનું કહેા છે. તે મને, આપની પુત્રી બનાવે! મારે આ સિવાય કાંઈપણ જોઇતું નથી. અને આપને એટલું પણ છેલ્લે છેલ્લું કહું છું કે સતી પ્રાણના ભોગે પણ શીલને બચાવે છે. ઉત્તમ કવિઓએ કહ્યું છે કે,
“ સિંહ મુચ્છ મણિધર મણી, સતીતનુ–કંજુસ આર્થ । ચડે ચાર મહાકીમતી, પ્રાણ ગયે પરહાથ.
,,
અર્થ : સિંહની મૂચ્છ અથવા કેશવાળી, મણિધરના મસ્તકના મણી, કે જીસ માણસનુ ધન, અને મહાસતીનું શરીર આચરે જીવતાં હેાય ત્યાંસુધી કોઈ અડકી શકે નહીં તે પછી લેવા—ભાગવવાની તા વાત જ શા માટે ? આ ચારે વસ્તુ તેમના મરણ પછી જ બીજાના હાથમાં જાય છે.
માટે હે પ્રજાએના રક્ષણહાર ! આપ ઉદારતાથી મને પુત્રીતુલ્ય સમજી પાછી જવા દો મારા કરતાં રૂપ-લાવણ્યમાં ઘણી વધી જાય તેવી, આપના જનાનખાનામાં એગમે ખીરાજે છે. હું તેા તેમની દાસી સમાન છે. હું આપને આજીજીપૂર્વક કહું છું કે મારા પતિ સિવાય મારા શરીરને કેાઈ અડકી શકે એ બનવા યાગ્ય નથી જ.
લીલાદેવીનાં વચન અને ચક્ષુના દેખાવ જોઈ, ખાદશાહ સમજી ગયા કે, રાણી સામઢામથી વશ થાય તેમ નથી જ. માટે હવે જોરજુલમથી તેણીને પાતાની અનાવું. આમ મનમાં નિશ્ચય કરીને બાદશાહ એકદમ કૂદીને લીલાદેવીને ભેટવા આવ્યા. પહેલાં જ મહાસતીએ–પોતાની કમ્મરમાં છુપાવી રાખેલી, નાની તલવાર કાઢીને, પેાતાના પેટમાં હુલાવી દીધી. અને પ્રાણ પંખેરુ ઉડીને, સ્વલાકમાં ચાલ્યું ગયું. લેાહી લુહાણુ શરીર જમીન ઉપર ઢળી પડ્યું. દાસીદ્વારા મ્યાનામાં મડદું પધરાવી, પૃથ્વીરાજના મહેલમાં માકલાવી દીધુ’. ફાળભ્રષ્ટ વાનરની માફક, બાદશાહ હતાશ જોઈ રહ્યો ધન્યવાદ મહાસતીની ટેકને.
66
- ધિકકાર કામ વિકારને, કામી જુલ્માગાર । અણુનાયેલા–સાંજ્યું, ન કરે કાંઈ વિચાર ’
ઈતિ રૂપના બલિદાન સમાન લીલાદેવીની કથા સમાપ્ત.