________________
૩૮૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ બેસીને, જેપબાને મળવા રવાના થઈ ગઈ. દાસીઓએ લીલાદેવી સહિત મ્યાનાને, ધબાના મહેલના, છેક અંદરના ઓરડામાં લાવીને મૂકો.
અહીં પહેલેથી જ સમ્રાટ અકબરે, જે ધાને, અમુક સમય માટે, બીજા જોડેના ઓરડામાં, રહેવા સૂચના આપી હોવાથી, અને તમામ દાસીઓને મ્યાને મૂકી રવાના થવા સૂચના કરી તેથી, દાસીઓ પણ બધી જ ચાલી ગઈ. એકદાસી લીલાદેવીને, મ્યાનામાંથી ઉતારીને, ચાલે, પધારો, બેગમ સાહેબ આપની અહીં જ રાહ જુએ છે. એમ કહીને, બાદશાહના પલંગ પાસે લઈ ગઈ.
લીલાદેવી ક્ષત્રિયાણી છે. મહાપુણ્યોદયથી, રૂપલાવણ્ય પામી હોવા છતાં, મહા સતીને છાજે તેવા, વર નારીને શીલ–અને સાત્વિક ભાવ તથા લજજા–ગાંભિય આદિ શેભે તેવા બીજા પણ ઘણા ગુણોને પામેલી હતી. તેથી દાસીના વચનથી, જે ધબાને મળવા માટે, મલકાતા મુખે, આગળ વધતી સામે જુએ છે. ત્યાં તો, જોધબાની જગ્યાએ બાદશાહને જોઈને, એકદમ ઘૂંઘટવડે મુખને ઢાંકીને, આગળ વધતી અટકી ગઈ. તથા હાથ પણ પોતાના વસ્ત્રોમાં છુપાવી લીધા.
બાદશાહ : રાણીજી, કેમ અટકી ગયાં? આગળ આવો. મેં જ તમને આમંત્રણ આપવા દાસીઓને મોકલી છે. હું પોતે જ અહીં તમારી વાટ જોઈને બેઠો છું. ગભરાવાનું કાંઈ પણ કારણ નથી. અત્યાર સુધીમાં, તમારી માન-મોટાઈ છે, તે, આજથી વધી જવાની છે. લજજાને દૂર કરે અને નજીક આવે!
બાદશાહે પ્રારંભમાં સામને ઉપયોગ કરવા માંડે. લીલાદેવી બાદશાહની દુષ્ટ ભાવના સમજી ગઈ. જે ધબાનું આમંત્રણ નથી. પરંતુ જેઘબાના નામથી બાદશાહની રચેલી કપટ જળ છે. ગમે ત્યાંથી પણ તેણ | મારા રૂપ–લાવણ્યનાં વખાણ સાંભળ્યાં હશે. અફસ, મારા આ રૂપને પણ ધિક્કાર થા. મારા આ રૂપથી, મારે આત્મા અને મારા સ્વામી, ભયમાં મુકાઆ છીએ.
હવે શું કરવું ? ન બોલવામાં જ લાભ છે. અત્યારે મારા સાત્વિક ભાવ સિવાય મારા શીલને, બચાવનાર કેઈ નથી. જીવડા, ભાઈશ નહીં? કામગ વગર એક પણ જન્મ ગયે નથી. અનંતામાં પતિ-પત્ની અને ભેગો મળ્યા છે. જીવને શીલધર્મની કિંમત સમજાઈ નથી.
“શીલભ્રષ્ટ લલના કહી, શ્વાન અશનની ચાટ ! શીલવતી નારી ગણી, સ્વર્ગ–મોક્ષની વાટ.” ૧. “રૂપવતીને જોઈને, કામી નર લલચાય ! સતી અંગ નિજ ઢાંકીને, નીચી નજરે જાય.” ૨.