________________
૩૭૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
પ્રશ્ન : જેમ સ્ત્રીઓ ખૂબસૂરત હોય છે, તેમ પુરુષે પણ દેવ જેવા રૂપાળા ઘણા હોય છે. તો પણ પુરૂને ગમે ત્યાં જવાની, કેઈને પણ મળવાની મનાઈ હોતી નથી. છૂટ હોય છે. ગામ-પરગામ-દેશ-પરદેશ જવાની પણ, ખાસ રેક-ટોક હોતી નથી. ત્યારે બાળાઓને કે સ્ત્રીઓને મરજી મુજબ ફરાય નહીં. વળી મોટાં મોટાં રાજ્યકુળમાં તે સ્ત્રીઓ ઘરડી હોય તોય, પડદામાં રહેવું પડે છે. આ શું ન્યાય છે?
ઉત્તર : કેવળ ન્યાય જ નહીં. પરંતુ સ્ત્રીસમાજ ઉપર પ્રતિબંધ છે. તે સ્ત્રી સમાજના જાન અને શીલના રક્ષણ માટે જ છે. રૂપવતી રાજરમણીઓ કે, બીજી રૂપવતી બાળાઓને પડદામાં રહેવાનું, તેના બચાવ માટે છે. કેદની સજા ભેગવવા માટે નથી જ. સ્ત્રીઓનાં રૂપનાં વખાણ-વણનેને સાંભળીને પણ, કામીપુરુષેએ લડાઈઓ કે તેફાને મચાવ્યાના દાખલા ઢગલાબંધ દેખાય છે.
સતી મૃગાવતીના રૂપ ઉપર ચડાઈ વત્સદેશ કૌશાંબીના રાજા શતાનિકને, બારવ્રતધારી વૈશાલિના ચેડામહારાજાની પુત્રી, મૃગાવતી નામની પત્ની હતી. સતીઓમાં રેખા સમાન હતી. બીજી બાજુ માળવાની રાજધાની ઉજૈનના રાજા ચંડપ્રદ્યોતને પણ, તેજ ચેડામહારાજાની પુત્રી શિવાદેવી, પરણી હતી. મૃગાવતી અને શિવાદેવી સગી બહેને હવાથી, શતાનિક અને ચંડપ્રોત સાદુ થતા હતા. ચંડપ્રદ્યોતને શિવા, મુખ્ય પટ્ટરાણી હતી ઉપરાન્ત બીજી પણ ઘણું રાણીઓ હતી. એકવાર દેવનેવર પામેલ એક ચિત્રકાર, મૃગાવતી સતીનું રૂપ ચીતરીને, ચંડપ્રદ્યોત પાસે ગયો. મૃગાવતીનું રૂપ બતાવ્યું. સેંકડો રાણું હોવા છતાં, ચંડપ્રદ્યોતની કામ સુધા જરાપણ નાશ પામી ન હતી. તેથી સૈન્ય અને ધનના જોરથી, ગર્વિષ્ટ ચંડપ્રદ્યોતે, શતાનિક ઉપર દૂત રવાના કર્યો. અને કહેવડાવ્યું કે રાજ્ય અને જીવિતની જરૂર હોય તો, હમણાંને હમણાં મૃગાવતીને, મારી રાણી બનાવવા મોકલી આપવી.
- શતાનિકે દૂતને, બહાદુર રાજાને શેભે તે, ઉત્તર આપી રવાના કર્યો. પરંતુ દૂતના વચને સાંભળી, ચંડપ્રદ્યોત ક્રોધાવિષ્ટ થયો. સૈન્ય સજજ બની, કૌશાંબી તરફ રવાના થયો. શતાનિકે બચાવના બધાજ સાધનો મેળવ્યાં પણ ફાવ્યું નહીં. અને હૃદય સ્ફોટથી, મરણ પામે. સતી મૃગાવતી નિરાધાર બની.
શીલના રક્ષણ માટે માયા ગોઠવી, ચંડપ્રોત પાસે દાસીને મોકલી વિશ્વાસ આપે. અને નવીન પ્રાકાર કરાવરાવ્યું. ધન ધાન્યથી નગર અને ભંડારે ભરાવ્યા. ત્યાં તો સતીના ચિત્તના અભિપ્રાય જાણી, પ્રભુ મહાવીર કૌશાંબીના પરિસરમાં સમવસર્યા. સતી મૃગાવતી તથા ચંડપ્રદ્યોત દેશના સાંભળવા ગયાં. મગાવતીએ ચંડપ્રદ્યોતની રજા મેળવી. પુત્ર ઉદયનને તેના શરણે સેંપી, પ્રભુજી પાસે દીક્ષા લીધી. અને કેવલી થઈમેક્ષ ગયાં.
આ સ્થાને માત્ર મૃગાવતીના રૂપનું ચિત્ર પણ, આટલા મોટા, પતિ મરણ જેવા અને શીલ રક્ષણની મહામુશ્કેલી ઉભી કરનારા, ઉપદ્રવનું કારણ બન્યું છે. તે વાતને સમજનારા મહાપુરુ, પત્ની અને પુત્રીઓને પડદામાં રાખતા હતા તે શું ખોટું છે?