________________
૩૭૭
પતિની આજ્ઞામાં, અગર માતાપિતાન, આજ્ઞામાં જ સતીપણું ટકે છે. આવ્યાને દાખલો નથી. વળી પુરુષ પ્રાધાન્ય કેટલું મજબૂત છે કે, પરણનાર વરકન્યા બેનાં લગ્ન થયા પછી, આખી જિંદગી, કન્યા પુરુષને ઘેર જ રહે છે. આ અટલ રિવાજ બધા દેશે અને કેમેમાં વ્યાપક છે.
તથા બાળકે જેટલાં થાય તેટલાં, પિતાના નામથી ઓળખાય છે. પિતાની માલિકીનાં જ ગણાય છે. તથા ભૂતકાળના ઇતિહાસો કે ધર્મના ગ્રન્થ વાંચીએ તેમાં, ચક્રવર્તીઓ, વાસુદેવ, બલદેવો, પ્રતિવાસુદેવ, રાજામહારાજાઓ, હજારે રાણીઓ પરણ્યા છે. શાલિભદ્ર, ધન્નાજી, ધન્નાકાનંદી, અવંતીસુકુમાર, કયવન્ના વગેરે શ્રીમંત પણ અનેક પત્ની પરણ્યા હતા.
પ્રશ્નઃ આતો બધી ઘણું જૂના જમાનાની વાતો છે. અર્વાચીન કાળમાં આવું બન્યું છે ?
ઉત્તર : અર્વાચીન કાળમાં પણ એક બે દાખલા નથી પણ અનેક મેજૂદ છે. જુઓ જૂના ઈતિહાસ વાંચો: અકબર ને જોધબાઈ વગેરે ૧૦ રાણીઓ હતી. રખાતો સેંકડે હતી. જહાંગીર અને શાહજહાંને પણ ઘણી બેગમ હતી.
તે કાળના બીજા રાજાઓ જેમકે રાજા માનસિંહ (અંબરના રાજા બિહારીમલના પુત્ર-ભગવાનદાસનો પુત્ર) તે અકબર બાદશાહના ઉમરા પૈકી, એક માનવંત ઉમરાવ હતો, તેને ૧૫૦૦ રાણીઓ હતી. માનસિંહ મરણ પામે ત્યારે ૬૦ સતીઓ થઈ હતી. રાશીન નગરના હિંદુ રાજાને ૨૦૦૦ રાણીઓ હતી. અકબરના એક સુબેદારને ૧૨૦૦ બેગમે હતી. વર્તમાન નિઝામ સરકારને બસ ત્રણ બેગમે છે.
આવા પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસ વાંચવાથી સમજાશે કે, પુરુષનું જ પ્રાધાન્ય હતું અને તે વ્યાજબીજ છે. રાજ્ય-ધન–અને કુટુંબ પરિવાર સાચવવાની તાકાદ પુરુષમાં જ હોય છે. ધર્મ–શીલ અને આચારને વધારવા અને સાચવવાની શકિત પણ પુરુષોમાં જ હોય છે.
પ્રશ્નઃ સ્ત્રીઓને ફરવા હરવાની કે મરજી મુજબ કેઈને મળવાની છૂટ જ નહીં ?
ઉત્તર : આર્યબાળાઓ, પિતાના માતાપિતા ભાઈ કે પતિ સીવાય, એકલી ભટકવા જઈ શકે નહીં. અને જનારનું ચારિત્ર જોખમમાં મુકાયા વગર રહે નહીં. ભૂતકાળને વિચારવામાં આવે તે જ્યારે જ્યારે અનાર્યોના રાજ્ય થયાં છે. ત્યારે ત્યારે આર્યબાળાઓ ઉપર, કેટલી આપત્તિઓ, હેરાનગતિઓ ઉતરી આવી છે, તેને અંદાજ કાઢવો મુશ્કેલ છે. અલ્લાઉદ્દીને ચિત્તોડને કિલ્લો સર કર્યો, અને રાણાની પત્ની પદ્મિનીને, મેળવવા હલ્લો કર્યો. ત્યારે તે પવિની રાણી સાથે હજારે, રાજપુતાણીઓએ, અગ્નિમાં બળીને, અને કૂવામાં પડીને, પિતાના વહાલા પ્રાણોના ભોગે પણ, શીલની અને ધર્મની રક્ષા કરી હતી. કહેવાય છે કે અકબરના સમયમાં પણ, સેળ હજાર રાજપુતાણીઓએ પિતાના, વહાલામાં વહાલા શીલ રક્ષણની ખાતર, પિતાના પ્રાણોને અગ્નિમાં અને કૂવામાં, છાવર કર્યા હતા.
૪૮