________________
સિદ્ધરાજની અધમતાની પરાકાષ્ઠા
૩૮૯ ઈતિ મહાસતી રાણકદેવીની કથા સંપૂર્ણ હજી એક રૂપના બલિદાનની નાની કથા લખું છું.
પાટણ શહેર (ઉ. ગુ.)ને પરા તરીકે કુણઘેર નામનું એક પરું હતું. વિ. સં. ૧૫૯૪ થી ૧૬૧૦ આસપાસની આ ઘટના છે. અહીં કુણઘેરમાં દશાશ્રીમાલી, અડાલજગોત્રીય ભાણસી નામને એક ધનાઢ્ય વસતે હતો. તેને કેડાઈ નામની ખૂબસૂરત પત્ની હતી. તે બાઈ ધર્મચુસ્ત હતી. હંમેશ જિનપૂજા અને નમસ્કાર મહામંત્ર જાપ તેના નિત્યનિયમ હતા. શુદ્ધવ પહેરીને પિતાના ચોક્કસ સમયે, બધાં કાર્યો પડતાં મૂકીને, જિનપૂજા અને નમસ્કાર મહામંત્રનો જાપ અવશ્ય કરતી હતી.
આ જમાને મુસલમાનોની જોહુકમીને હતો. રાજાઓ અને તેમના અધિકારીઓને ખુદાના જેટલી સત્તા હતી. તેમને ગમેલી વસ્તુ, ગમે તેની ગમે ત્યારે, આંચકી લેવામાં અચકાતા નહીં. આ વખતે અમદાવાદની ગાદી ઉપર મુજફર ચે બાદશાહ હ. પાટણ અમદાવાદની સત્તા નીચે હતું. અહીં શેરશાહ ચિકશે પાટણની સુખાગીરી ઉપર હતે.
કડાઈના રૂપલાવણ્યના સમાચાર સુબાને મળ્યા, તુરત જ સિપાઈઓને આજ્ઞા આપી, કેડાઈને હમણાં ને હમણાં ઉપાડી લાવી, મારા જનાનખાનામાં મૂકી દે. સુબાના સિપાઈઓ કુણઘેર પહોંચ્યા, અને ભાણસીના ઘરને ઘેરી લીધું. ભાણસી ઘણું કર્યો–રે. સુબા પાસે ગયા, મહાજન પણ ઘણું માણસો મળી ધા નાખી બધું પથ્થર પર પાણી.
કેડાઈને લાવીને જનાનખાનામાં બેસાડી દીધી. તેણીએ પોતાના ધર્મ અને શીલના બચાવ માટે ઘણું ઘણું આજીજી કરી, પરંતુ અધમ સુબાએ તેણીના દેહને બળાત્કારથી વટલાવ્યું. લાંબા ગાળે કેડાઈ પણ તેને વશ થઈ ગઈ. તેના રૂપમાં સુબે પરવશ બની ગયે હતો, તેથી દરબારના કામથી નિવૃત્ત થઈને વારંવાર કેડાઈ પાસે આવતો હતો. કેડાઈ બીબીના દરેવેશમાં રહેતી હતી.
કેડાઈને દેહ વટલાયે, શીલ ખોવાયું. પરંતુ કેડાઈ ફક્ત નમસ્કાર જાપ બારેમાસ હંમેશ નિયત કરતી હતી. સુબે તેણુના રૂપમાં આસક્ત હેવાથી, તેની ઈચ્છાને નકારતો નહીં. કેડાઈ સ્નાન કરીને, શુદ્ધ વસ્ત્રો પહેરીને નવકારવાળી ગણતી, ત્યારે તે કામાસક્ત સુબાને છેટે ઊભે રાખતી હતી. અને સુબે તેણીની ઈચ્છા અનુસાર દૂર ઊભે રહેતા હતા.
એકવાર શેરશાહ બીબી કડાઈને લઈને શત્રુંજય ગયો હતો. કડાઈએ જૈનવિધિથી શત્રુંજયની યાત્રા કરી હતી. અંગારસા ફકીર પણ સાથે હતો. તેને આદીશ્વર પ્રભુની પ્રતિમા ઉપર ઘણે ઠેષ થયો હતો. પાછા વળતાં પગથિયું ચૂકતાં મરણ પામે, પીર થ. શત્રુજ્ય રક્ષણની ભાવના જાગી, અને તેની ત્યાં કબર બનાવડાવી છે. અહીં કડાઈની ધર્મ શ્રદ્ધા ખૂબ હોવા છતાં, રૂપે જ તેને દગો દીધો હતો. પતિ, ધર્મ અને શીલ ત્રણે વસ્તુને કાયમી વિવેગ થ.