________________
૩૭૨
જિનેશ્વવની આજ્ઞા યાને સાચી માણસાઈ
જિન આણી કંચન ઘડ, સંયમ સુધા સમાન. જિન આણ ક્ષય પામતાં, અવશ્ય સંજમ હાણ.” ૨ “જગ સધળા ધર્મો વિશે, આણુ સાચે ધર્મ ભક્ત-સતીને શિષ્ય-પુત્ર, કોઈ ન બાંધે કર્મ.” ૩ “જનની ગુણ સઘળા તણી, જિન આણુ કહેવાયા આણા વિણ ગુણગણુ બધા, સમુચ્છિમ લેખાય.” ૪ “જિન આણા સુરપાદપ. જે ઉગે નિજધામાં પામરતા ભવની, અળગી થાય તમામ.” ૫
જિન આપ્યા આવ્યા પછી, આશ્રવ ઘટતું જાય સંવરનાં સાધન ગમે, ગુણ ખીલે ઘટમાંય.” ૬ “જિન આણુ ચિંતામણિ, મહારત્ન કહેવાયા જિન આણાધર નરસ, ચક્રી પણ નવ થાય” છે
જિન આણા રોહણ સમી, ગુણ રત્નોની ખાણા મુક્તિ નગરી પામવા, આરાધ થઈ જાણુ.” ૮ “દાન–શીલ–તપ–ભાવના, જિન આણ અનુસાર પંચમગતિ સાધન કહ્યાં, શ્રી જિનવર ગણધાર, ૯ “તપ-સંયમ–ને દાન–શીલ, જ્ઞાન–ધ્યાન–આચારા
જિન આણે જે નેય તે, રખડાવે સંસાર.” ૧૦ પ્રશ્ન : બીજા કોઈ પણ ધર્મોમાં આજ્ઞાને આટલું મોટું મહત્ત્વ અપાયું જણાતું નથી તેનું કેમ?
ઉત્તર : ધર્મની વાત તો ઘણી જ મોટી છે. પરંતુ લેક વહેવારમાં પણ આજ્ઞાની જ બોલબાલા છે. જુઓ, સતી નારીને પતિની આજ્ઞા, એ જ તેના પ્રાણ ગણાય છે. પતિની આજ્ઞાની અવગણના કરનારી સતી કહેવાય નહીં, પતિની આજ્ઞા પાળવા માટે જ મહાસતી સીતાજીએ, ખેરના અંગારાની ખાઈમાં ઝંપલાવ્યું હતું. ગુરુ પુરુષોના શિષ્ય પણ, ગુરુ આજ્ઞા પાળવા, દુઃખસુખની કલ્પના લાવ્યા સિવાય. ગુરુને પસંદ પડે તેવું અનુષ્ઠાન આચરે છે. તથા પુત્ર પણ પિતાના ભક્ત હોય તેઓ પિતાના વચનમાં શંકા લાવતા નથી, આજ્ઞાનું ખંડન કરતા નથી. જેમ મહારાજા રામચંદ્ર, પિતા દશરથરાજાની