________________
૩૬૪
^
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
^
બેલ્યા. ત્યાં લિંગમાં ફાટ પડી. ધુમાડાના ગોટેગોટા નીકળવા શરૂ થયા. આ વખતે મહાદેવનું મંદિર, આષાઢમાસમાં સરેવરની પેઠે. માણસોથી ભરાઈ ગયેલું હોવાથી, લેકે બોલવા લાગ્યા. મહાદેવજીના ત્રીજાનેત્રના અગ્નિવડે હમણા જ આ અવધૂત ભસ્મને પૂંજ થઈ જશે.
આવા વાતાવરણમાં, એકદમ લિંગ ફાટયું અને પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા પ્રકટ થઈ. બધાએ પ્રણામ કર્યા. લોકોના આશ્ચર્યને પાર રહ્યો નહીં. રાજા પૂછે છે, હે ભગવન ! આ કયા દેવ છે? સૂરિમહારાજે કલ્યાણમંદિરતેત્ર ચુમ્માલીસ ગાથામય બનાવ્યું. અને રાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું કે :
પૂર્વે આર્ય સુહસ્તિસૂરિના શિષ્ય, અને ભદ્રાશેઠાણીના પુત્ર અવંતી સુકુમાર મહામુનિરાજ, દીક્ષાના જ દિવસે અનશન કરીને, શીયાલણીના ઉપસર્ગથી, આરાધનાપૂર્વક કાળધર્મ પામી, પહેલાસ્વર્ગ નલિનીગમ વિમાનમાં ગયા. તેમના પુત્રે, પિતાના સ્વર્ગગમન
સ્થાન ઉપર, જિનાલય બનાવરાવીને, પિતાના નામે પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા ભરાવી પધરાવી હતી, અને અવંતીપાર્શ્વનાથ નામે તીર્થની–પ્રસિદ્ધિ થઈ. તેજ આ મંદિર છે. અને તેજ આ, પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા છે.
પ્રશ્ન : આ પ્રતિમા આજસુધી ક્યાં હતી? આજે આ પ્રતિમા કોણ લાવ્યું? કયાંથી આવી?
ઉત્તર : આ મંદિર થયા પછી કેટલોક કાળ, ખૂબ શાસન પ્રભાવનાપૂર્વક જિનાલય અને પ્રભુજીની પ્રતિમાની આરાધના ચાલુ રહી હતી. પાછળથી અન્યધર્મને પક્ષ મજબૂત થવાથી, અન્ય ધર્મવાળાઓએ પ્રભુજીની પ્રતિમા જમીનમાં ભંડારીને, ઉપર શિવલિંગની સ્થાપના કરેલી હોવાથી, જૈનતીર્થ મટીને, મહાકાળેશ્વર તરીકે પ્રસિદ્ધિને પામ્યું હતું.
પરંતુ આજે આવા મહાપ્રભાવક પુરુષની સ્તુતિના પ્રભાવથી, પદ્માવતીદેવીનું આકર્ષણ થવાથી, જમીનમાં રહેલી પ્રભાવપૂર્ણ પ્રભુપ્રતિમાને, પદ્માવતીદેવી પિતે લાવીને આપી ગયાં હતાં, એમ ઈતિહાસ સાક્ષી પૂરે છે. આવા પ્રતિમાજી પ્રકટ થવાના, અને દેવેની સહાયના બનાવે, બીજા પણ ઘણા બન્યા છે.
આ બનાવથી–રાજા વિક્રમાદિત્ય ઉપર, સૂરિમહારાજને ખૂબ પ્રભાવ પડ્યો હતો, અને પછીથી તેણે સૂરિભગવંતની વાણીથી, જેનધર્મ સ્વીકાર્યો હતો. તથા તેના કેટલાક ખંડિયા રાજાઓએ, અથવા મિત્રરાજાઓએ, સૂરિભગવંતને સમાગમ મેળવીને, જૈનધર્મને ઉપદેશ સાંભળીને, યથાયોગ્ય ધર્મ સ્વીકાર્યો હતો.
સિદ્ધસેન દિવાકરસૂરિમહારાજની, આવી શાસન પ્રભાવના જોઈ શ્રીસંઘ એકઠા થઈને, તેમનાં પાછળનાં પાંચ વર્ષ માફ કરીને, સંઘમાં લીધા હતા અને સૂરિમહારાજનાં, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર-તપની અત્યુત્તમ આરાધનાથી શ્રીસંઘમાં પાછો ચોથો આરો દેખાવા લાગ્યા હતા.