________________
આઠ પ્રકાર પ્રભાલકેની ઓળખાણ
એકવાર સૂરિમહારાજને દૂરથી જોઈને, રાજા વિક્રમાદિત્યે મનમાં નમસ્કાર કર્યો હતે. તે જ ક્ષણે સૂરિમહારાજાએ ઉંચા અવાજે ધર્મલાભ આપે હતું. જે સાંભળી રાજાએ પૂછ્યું, ધર્મલાભ કોને કહે છે ? સૂરીશ્વર અમને જેણે મનથી નમસ્કાર કર્યો તેને. આ બનાવથી, રાજાને ખૂબ આશ્ચર્ય થયું, અને એક કોડ સુવર્ણમુદ્રા ભેટ ધરી.
પ્રશ્નઃ પૈસા જૈન સાધુને ખપે નહીં. તે પછી તે દ્રવ્યને કોણે લીધું? શું થયું?
ઉત્તર : આ દ્રવ્ય આચાર્ય મહારાજે લીધું નહીં. રાજાએ પાછું લેવા ના કહી. તેથી સૂરિભગવંતની આજ્ઞાથી, સંઘના આગેવાનોએ, જિર્ણોદ્ધારમાં વાપર્યું છે. ઈતિ ચતુર્વિશતિપ્રબંધ પૃ. ૩૩ વૃદ્ધવાદી પ્રબંધ. આ પ્રમાણે આમરાજાએ બપ્પભટ્ટસૂરિની પૂજા કરી છે. કુમારપાળ રાજાએ હેમચંદ્રસૂરિની પૂજા કરી છે. પ્રત્યેક ગુરુપૂજનદ્રવ્ય જિર્ણોદ્ધારમાં અપાવ્યું છે.
આવી રીતે સિદ્ધસેનદિવાકરના ઉપદેશ અને પ્રભાવથી, ઘણા રાજાઓ પ્રતિબંધ પામવાથી, શ્રી જૈનશાસનરૂપ કમલને બગીચે ખૂબ ખૂબ વિકાસને પામવા લાગ્યો. અને જેનશાસનના વિરોધી ઘૂવડનાં ટોળાં, ગુફાઓની જેમ દેશાન્તરમાં જઈને છુપાઈ જવા લાગ્યાં. સૂરિમહારાજ દેશદેશ વિચરીને ફરી પાછા માળવામાં ઉજજયિની નગરીમાં પધાર્યા.
પ્રશ્ન: શાસ્ત્રોમાં આઠ પ્રકારના શાસનપ્રભાવક બતાવ્યા છે. તેમ સિદ્ધસેન દિવાકરને આઠમા કવિ પ્રભાવક ગણાવ્યા છે. તેનું શું કારણ?
ઉત્તર : શ્રી જૈનશાસનમાં પ્રભાવક આઠ પ્રકારના જણાવ્યા છે. તેમાં તે તે કાળમાં વર્તમાન બધાં આગમ પંચાંગીના અર્થો, સૂત્રો અને તદુભયના નિચેડને પામ્યા હોય. આગમની બધી વાતો સમજ્યા હોય, પ્રસંગ આવે સમજાવી શકે. પૂછયાના ખુલાસા મળી જાય. તેને પ્રવચની પહેલો પ્રભાવક કહેલ છે. કેઈ કવિ કહે છે.
મોઢે માગ્યું જે દિયે, નાગે રાખ્યો શરણ,
પુછયા ઉત્તર જે દીયે, એ જગ વિરલા ત્રણ.” અર્થ : શક્તિ સંપન્ન મનુષ્યની પાસેથી યાચક પાછો ખાલી હાથે જાય નહીં. ભય પામીને શરણે આવેલાને ધક્કો મારે નહીં. અને વિદ્વાન પાસે શંકા લઈને આવેલો સમાધાન પામીને જાય, આવા પુરુષો જગતમાં, બહુ થોડા જન્મે છે. કહેવત છે કે
મનુષ્ય પૃથ્વીનું ભૂષણ, માણસનું ભૂષણ, બુદ્ધિ અને જ્ઞાનનું ભૂષણ તત્વનિચેડ પામવે, સમજ, તત્ત્વસમજણનું ભૂષણ દેવ વગરનું જીવન કહેવાય છે. તથા માણસનું ભૂષણ લક્ષ્મી છે. લક્ષ્મીનું ભૂષણ દાન છે. દાનનું ભૂષણ ઉદારતા છે. તથા માણસનું ભૂષણ શક્તિ છે.