________________
૩૬૯
સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજને સમય નિર્ણય-વિચાર
ઉત્તર : પ્રભાવચારિત્રકાર અને પ્રબંધચતુર્વિશતિકારના મત પ્રમાણે સિદ્ધસેન દિવાકર. પ્રસિદ્ધ સંવતપ્રવર્તક રાજા વિક્રમાદિત્યના ગુરુ હતા. તેથી વી.ની પાંચમી સદીમાં માની શકાય. એક પરંપરા ગાથાનું પાદ “સંવર 7 દિવસે વિયો ” આ ગાથાનું પાદપણ વીરનિર્વાણથી પાંચ વર્ષે સિદ્ધસેન દિવાકર થયા સૂચવે છે. વળી પ્રબંધકાર કહે છે કે, બલમિત્ર-ભાનુમિત્રના પુત્રનું, ભરૂચમાં રાજ્ય હતું, અને તે રાજાએ દિવાકરથી પ્રતિબંઘ પામીને દીક્ષા લીધી હતી.
ઉપરનાં બધાં પ્રમાણે સિદ્ધસેન દિવાકરને, વીર-નિ. પાંચમી સદીના અંતમાં મૂકે છે. તેની સામે અમારી પ્રતિદલીલે વિચારવા ગ્ય છે તે વાચકેની જાણ ખાતર લખું છું. પ્રભાવક ચરિત્ર અને ચતુર્વિશતિ બને ગ્રન્થકારે લખે છે કે વિદ્યાધરવંશમાં, પાદલિપ્તસૂરિની પરંપરામાં. સ્કંદિલાચાર્યના શિષ્ય, વૃદ્ધવાદી થયા. તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકર થયા.
આ વિદ્યાધર ગચ્છ ઉત્પતિ વિરનિર્વાણ સં. ૫૧૪ માં, ચંદ્ર, નાગેન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર ચાર ભાઈઓની, સોપારક નગરમાં દીક્ષા થઈ છે. કારણ કે પ્રસ્તુત વર્ષમાં જ, વયરસ્વામીને, સ્વર્ગવાસ, વાસેનસૂરિનું કંકણદેશ પારક નગરમાં ગમન, અને પ્રતિબંધ થયો છે. અને આ ચારે ભાઈઓના એકવીસ એકવીસ શિષ્યો, મહાપ્રભાવક થવાથી, ઉપર્યુક્ત ચાર ભાઈઓની પરંપરા ખૂબ ચાલી છે. હજારો આચાર્યો થયા છે. ચંદ્રગચ્છ હમણાં પણ ચાલુ છે.
વિદ્યાધરગચ્છમાં જ પાદલિપ્તસૂરિ થયા છે. પાદલિપ્તસૂરિની પરંપરામાંજસ્કંદિલાચાર્ય થયા છે. તેમના શિષ્ય વૃધ્ધવાદીસૂરિ. તેમના શિષ્ય સિદ્ધસેન-દિવાકરને પાંચમી સદીમાં કેમ મૂકી શકાય? તથા પાદલિપ્તસૂરિમહારાજના સમયમાં નાગાર્જુન ગી થયો છે.
નાગાર્જુન યોગીએ સુવર્ણસિદ્ધિ કરવા માટે, પ્રતિષ્ઠાન નગરના રાજા શાલિવાહનની સતી રાણી ચંદ્રલેખાના (પઢિની હોવાથી) હાથે રસનું મર્દન કરાવ્યાનું વર્ણન છે. તેથી શાલિવાહન પણ પાદલિપ્તસૂરિને સમકાલીન થાય છે. શાલિવાહન અને બલમિત્રભાનુમિત્રની, પરસ્પર લડાઈની વાતે પણ, પાદલિપ્તસૂરિના વર્ણનમાં આપી છે. આ બાલમિત્રભાનુમિત્ર બે ભાઈ પ્રસિદ્ધ કાલકાચાર્યના ભાણેજ થતા હતા.
આ બધા વર્ણન પાદલિપ્તસૂરિને પાંચમી સદીમાં મૂકે છે. તેથી પાદલિપ્તસૂરિના વંશમાં, સ્કંદિલાચાર્યના શિષ્ય–પ્રશિષ્ય>વૃદ્ધવાદિસૂરિ અને સિદ્ધસેન દિવાકરને, પાંચમી શતાબ્દીમાં મૂકી શકાય નહીં, અને તેથી સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યને દિવાકરના ભક્ત માની શકાય નહીં.
વિદ્યાધર ગચ્છને અર્થ, પ્રભાવક ચરિત્રકારે પાદલિપ્તસૂરિ ચરિત્રના ૧૪મા લેકમાં, નમિ-વિનમિ વિધાધર વંશમાં કર્યો છે. તે વ્યાજબી નથી. નમિ-વિનમિ-ઋષભદેવસ્વામીના સમકાલીન છે. તેમનાથી વિદ્યાધર વંશ ચાલ્યો ગણાવે યુક્તિસંગત નથી.