________________
૩૬૩
સિદ્ધસેન દિવાકર અને રાજા વિક્રમાદિત્ય પૂર્વક, બાર વર્ષ રહેવાની ચેજના સ્વીકારીને, સૂરિમહારાજ સંઘની આજ્ઞાથી ચાલ્યા ગયા. અને સાત્વિકભાવથી, આરાધનામાં જાગતા, કેઈપણ મનુષ્ય ન ઓળખી–ન જાણી શકે તેમ વિચારવા લાગ્યા.
એકવાર માવલ દેશની રાજધાની ઉજજયિની નગરીમાં પધાર્યા. અને મહાકાળેશ્વર મહાદેવના મંદિરમાં જઈ, લિંગ સામે પગ કરીને સુતા. પૂજારી આવ્યા. અપમાનથી ઉઠાડવા લાગ્યા. ઉઠયા નહીં. પૂજારીઓએ વિક્રમરાજા પાસે રાવ કરી. રાજાને હુકમ, સમજાવીને ઉઠાડે. અને ન સમજે તે લાત મારી ઉઠાડી કાઢી મૂકે.
પૂજારી લોકોએ સામવચનથી સમજાવ્યા. અવધૂતવેશધારી, સૂરિમહારાજ બોલ્યા નહીં. હાલ્યા ચાલ્યા પણ નહીં. છેવટે શંકર ભગવાનની આશાતના ટાળવા, સોટીઓ ઝીકવા લાગ્યા. એક બે ત્રણ ચાર સોટીઓ લાગવા જ માંડી, પણ સૂરિમહારાજ મૌન. આ વખતે જ વિક્રમાદિત્ય રાજા, ભેજન કરવા અંતપુરમાં પધાર્યા હતા.
અહીં અવધૂતના શરીર ઉપર પૂજારી લોકોના, સોટીઓના પ્રહારો પડવા છતાં, એક પણ લાગતો નથી. અવાજે થાય છે. પરંતુ માર લાગે છે. વિક્રમ રાજાની રાણીઓને, ત્યાં રાણીઓ ચીસે અને બૂમ પાડીને, નાસવા લાગી. બધી જ રાજાના શરણે આવી. બચાવે બચાવોના પુકાર કરવા લાગી. ત્યાં તો પૂજારીઓ પૈકીને એક દેડ રાજાજી પાસે આવ્યો. ફરિયાદ કરી.
મહારાજ! સેંકડો સેટીઓના પ્રહાર પણ, આ અવધૂતને લાગતા નથી. એને નિશ્ચિત પડ્યો છે. રાજા કહે છે, પણ આ રાણીઓને કોણ ઝુડી નાખે છે ? જરૂર તમારા પ્રહારે જ રાણીઓને લાગતા હોય ! અવધૂતને પ્રહાર બંધ થયા. ત્યારે રાણીઓ પણ પ્રહાર મુકત થઈને શાન્તિ અનુભવવા લાગી. આ ચમત્કાર જોઈ રાજા મહાકાલેશ્વરના મંદિરમાં આવ્યો.
રાજાએ અવધૂતને વિનતિ કરી. હે સંતપુરુષ, મહાદેવની આશાતના કેમ કરે છે? તેઓ જે ક્રોધાવિષ્ટ થશે તે, તેમનાં ત્રીજા નેત્રમાંથી, નીકળે અગ્નિ તમને બાળીને ભસ્મ કરશે.
અવધૂત પણ રાજાને આવેલો જોઈ, પગોખેંચીને બેઠા થયા. રાજા કહે છે, શંકર ભગવાનની સ્તુતિ કરે. જેથી તે ભેળાનાથ, તમારા અપરાધ માફ કરશે.
અવધૂત કહે છે હે રાજન! શંકર મારી સ્તુતિ સહન કરી શકશે નહીં. તમારી ઈચ્છા હોય તો હું. મહાદેવ (મેટાદેવની) ની સ્તવના કરીશ, પરંતુ લિંગને નુકસાન થશે ત, અમને દેશ નહીં આપી શકાય. આ પ્રમાણે જણાવીને, રાજાની પ્રાર્થનાને માન આપીને, સૂરિ ભગવંતે, પાર્શ્વનાથસ્વામીની સ્તવના શરૂ કરી.
કલ્યાણ મંદિર તેત્રને, અગ્યારમો “શન અમૃત િદતકમાવા ?” ક