________________
પdwww w .
૩૩૧
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ લાવવાની વિધિ પૂર્ણ થવા છતાં, મંડન મિશ્રને પિતાના જ્ઞાનાધ્યાસમાં ડખલ થઈ નહીં. આ પ્રમાણેને વિધિ કાયમી બની ગયે. નિર્વિકાર ભામતી (મંડન મિશ્ર પંડિતજીની પત્નીનું ભામતી નામ હતું) સાસુજીની સૂચનાને ધ્યાનમાં રાખી, પિતાના પતિને પતે ઘરમાં વસે છે, એવી જાણ પણ થવા દીધી નહીં.
પ્રશ્ન : માજીએ પિતાની પુત્રવધૂના ઘરમાં આવ્યાની પુત્રને જાણ કેમ ન કરી? દંપતીધર્મને કેમ ઘેડો પણ આદર નહીં? ભલા ! ઘરમાં મહીનાઓ કે વર્ષો સુધી, ત્રીજું માણસ અગર પિતાની પત્ની, આવ્યા જેટલી ખબર પણ ન પડે એ કેમ માની શકાય?
ઉત્તર : જ્ઞાની પુરુષે ફરમાવે છે કે, જેને જ્ઞાનામૃતનું ભજન ગમી ગયું હોય તેવા આત્માઓને ભણવાના, ગ્રન્થ વાંચવાના, તેને નવા- ગ્રન્થ તરીકે ગૂંથવાના વિચારે સિવાય બીજા વિચારો આવતા જ નથી.
પ્રશ્ન : ભલે આપણે માની લઈએ કે, પંડિતજી મંડનમિશ્ર ભણવાના વ્યસનમાં વિષયવાસનાઓને સમજ્યા ન હોય, અથવા ધ્યાન દોરાયું ન હોય, પરંતુ તેમની પત્ની સર્વથા અવિકાર કેમ રહી શકે ?
ઉત્તર : આખું જગત વાસના વિકાર અને વિષયમાં ડૂબી ગયેલું હોવાથી, ઉપરના મંડનમિશ્ર અને તેમની પત્ની ભામતીના, વર્તન માટેની કથામાં, અવિશ્વાસ થાય તે બનવા યંગ્ય છે. પરંતુ જૈન ઇતિહાસમાં આવા બનાવે, અથવા આનાથી પણ વધી જાય તેવા બનાવે, ઘણુ બન્યા છે.
જુએ, કયવન્ના નામના વણીક પુત્રે લગ્ન કર્યા પછી, વર્ષો સુધી પોતાની પરણેલી પત્ની-યશોમતીને વિકારભાવે જોઈ ન હતી. બેલાવી ન હતી. પ્રસન્નચંદ્ર રાજાના નાના ભાઈ વલ્કલંચીરીઓ, પુરુષો અને સ્ત્રીઓને ભેદ સમજવા જેટલી પણ વિચારણા કરી હતી નહીં. તેને કઈવાર સ્ત્રીએ જોવા મળતી હતી તેપણુ, તે પુરુષ જ સમજતે અને પુરુષના સંબંધને બોલાવતો હતો. શિવકુમાર નામના રાજકુમારે ગૃહવાસમાં રહીને, સેંકડો પત્ની વચ્ચે, સભર યુવાનીમાં, સાડાબારવર્ષ અખંડ બ્રહ્મચર્ય પાળ્યું હતું.
અને તેજ શિવકુમારના આત્માએ, છેલ્લા જંબુકુમારના ભવમાં, આઠકુમારીઓ સાથે લગ્ન કર્યા, પરંતુ બ્રહ્મચર્યને ડાઘ લગાડ્યા સિવાય. આખી રાત પત્નીઓને પ્રતિબંધ કરવામાં વીતાવીને, પ્રભાતે તે આઠ પત્નીઓ તથા પિતાનાં અને પત્નીનાં માતાપિતાઓને સાથે લઈને, ૨૭ જણે સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. મોક્ષમાં ગયા.
તથા વિજયકુમાર નામના વણિક પુત્રે, પિતાની વિજયા નામની પત્ની-બાળા સાથે, પહેલા દિવસથી, આખી જિંદગી અખંડ શીલવ્રતની આરાધના કરી હતી.
પ્રશ્ન : જંબુકુમાર અથવા વિજયકુમારને વાસનાઓ જ હતી નહીં. તે પછી પરણ્યા કેમ ?