________________
કાંચા ફળ અને પાકાં ફળ વેચનારની સ્થા
૩૫૫
ભાઈ ! હજી તેા ચારિત્ર કલ્પવૃક્ષનાં ફુલા જ ખીલ્યાં છે. તેને તેાડીને ખાઈ ન જવાય— તા, ભવિષ્યમાં, કેવલજ્ઞાન, ક્ષાયયિકસમ્યત્વ, યથાખ્યાતચારિત્ર અને અનંતવીય વગેરે મહાફળા વડે ફળશે. અને આત્માના સર્વ રોગા, બધા વિઘ્ના, બધા દુખા, વિયેાગ, શાક, આપત્તિ, ગભરામણ, વગેરે મુશ્કેલીએ નાશ થશે. અને આત્માની સહજાન દદશા
પ્રકટ થશે.
આ જગ્યાએ એ આંબાવાળાની કથા લખાય છે.
કોઈક એક મેાટા શહેરની નજીકમાં, એક ખેડૂત લાકાનું ગામડુ હતુ. તેની આજુબાજુ ઘણી સારી જમીન હતી. ત્યાં એક ખેડૂત રહેતા હતા. તેને ઘેર મહેમાન આવેલા હતા. ખેડૂતે પરદેશના મહેમાનાની ઘણી સારવાર કરી. તેથી પ્રસન્ન થયેલા પરદેશી મહેમાને, તેને આંબાની એ ગોટલી આપીને વિધિ બતાવ્યેા. અને મહેમાના ગયા.
ખેડૂતે મહેમાનાના કહેવા મુજબ પોતાના કબજાની સારી જમીનમાં, ગેાટલીએને વાવી. અને મહેમાને બતાવેલ વાધ મુજબ, ખાતર તથા પાણી સિંચવાની સાવધાનતા પણ સાચવી. એ જગ્યાએ જુદા જુદા સ્થાનમાં, આંમા ઉગ્યા. અને માટા થવા લાગ્યા એ ત્રણ ચાર વર્ષ માં, આખા મોટાં રળિયામણા વૃક્ષો બની ગયાં. મહેાર આવી, ફળે પણ લાગ્યાં.
ફળે મોટાં બાર જેવડાં થયાં, તેટલામાં વૃદ્ધ ખેડૂત આયુષ પૂર્ણ થતાં મરણુ પામ્યા. પરંતુ મરતી વખતે, પોતાના બેપુત્રાને પાસે બેલાવીને, આંખાનાં ખીજ આપનાર પરદેશીની વાત કહીને,બે પુત્રાને બે આંખા ભાગે પડતા આપી દ્વીધા. અને પિતાએ કહેલું કે બેટા ! આ ઝાડ આપણાં અજાણ્યાં છે. તે પણ આપણા ઘેર આવી ગયેલા અતિથિના વર્ણન પ્રમાણે, આ વૃક્ષાનાં ફળેા મહા કીમતી છે. માટે કાચા ફળ તેાડશેા નહીં. તૂટવા દેશે નહીં.
પિતાના મરણ પછી, પાંચપંદર દિવસેા ગયા પછી, નજીકના શહેરના કેટલાક શાક વેચનારા આવ્યા. અને આંબાનાં ફળેા જોયાં. એભાઈ ખેડૂતા પાસે માગણી કરી કે અમારા શહેરમાં, શાક માટે આ ક્ળે ખૂમ કિંમતે વેચાય છે. અમને આપી દે અને તમને જોઈએ તેટલા દામ માગી લે. ખેડૂતા એકાર હતા. આજીવિકા ચાલતી હતી. તેથી આંખાની ખરીદીવાળાને જોઈ રાજી
રાજેરાજની કમાણીથી
થયા.
મેાટાભાઈ ખરીદીયાની વાતા સાંભળી લલચાઈ ગયા, અને ભેાળવાઈ ગયા. મારઝૂડ કરીને બેરા જેવડી, ખારેક જેવડી ખસેા મણુ કાચી કેરી ખેરવી નીચે પાડી, રૂપિયે મણ વેચી ખસા કમાયા, બારે માસ રાખડી પીને જીવનારા, લાડવા જમનારા થયા. ફાટેલાં લૂગડાં કાઢી નાખ્યાં. નવાં સીવડાવ્યાં. બાપડા મટીને ફાંકડા થઈ ગયા.
નાનાભાઈ એ શાકવાળાની માગણી સાંભળી. પરંતુ પિતાજીનાં વાકયા યાદ હતાં.