________________
^^^^
શંખરાજા અને કલાવતીના સમયનો વિચાર
૩૫૯ સાગરોપમકાળ કાળ સંસારમાં રહ્યા, પરંતુ એક પછી એક મનુષ્યના અને દેવના ઉચ્ચ ઉચ્ચતર ભને પામતા ગયા. પ્રત્યેક માં ચારિત્રની પ્રાપ્તિ, નિરતિચાર આરાધના, અને નિરાશસભાવ હોવાથી, કેવળ પુણ્યાનુબંધિ પુણ્ય જ બંધાયાં, અને ભગવાયાં હતાં.
પ્રશ્ન : શંખરાજા અને કલાવતી રાણી ક્યારે થયાં છે? કયા જિનેશ્વર દેવના તીર્થમાં થયાં છે? કેટલીક સઝાયોમાં કલાવતી રાણીએ, મહાવીર પ્રભુજી પાસે દીક્ષા લીધાનું જણાવ્યું છે. તે બરાબર છે કે કેમ ? દલીલથી સમજાવો.
ઉત્તર : કલાવતી જે શંખ રાજાની રાણું છે. જેના હાથે કપાયા છે, તે શંખ અને કલાવતીના અગિયાર ભવ મનુષ્યના, અને દશ દેવના થયા છે.
એકવીસમાં બે કલાવતી જીવ, ગુણસાગર વણિકપુત્ર થયા. પરણવા ગયા. ચેરીમાં, આઠ કન્યાઓના પાણિગ્રહણની વિધિમાં, કેવળજ્ઞાન પામ્યા હતા. અને શંખરાજાને જીવ એકવીસમા ભવે, પૃથ્વીચંદ્ર રાજા થઈ, રાજ્યસન ઉપર બેઠેલા, ગુણસાગરની કથા સાંભળી કેવલી થયા. અને બન્ને મહાપુરુષે ઘણે કાળ સર્વજ્ઞપણે વિચરી, અનેક જીને રત્નત્રયીનું દાન કરી મેક્ષમાં ગયા છે.
- આ વર્ણનથી વાચકો સમજી શકે છે કે, ભગવાન મહાવીર દેવના તીર્થમાં, કલાવતી દીક્ષિત થયાની સઝાયકારોની દલીલે બેટી છે. બંને મહાશયના એકવીસ ભ, અને પૃથ્વીચંદ્ર-ગુણસાગર ભવમાં મોક્ષની વાત ઘણી પ્રસિદ્ધ છે.
અને તેઓ સુવિધિનાથ સ્વામીન તીર્થમાં મોક્ષ પધાર્યા છે. તેનું પ્રમાણ એવું છે કે, કલાવતી જીવ, ત્રીજા ભવમાં, શ્રીકેતુરાજાની પુત્રી ગુણસેના થઈ છે. તે શ્રી કેતુરાજાના સમકાલીન વિનયંધર શેઠે, પિતાના આગલા ત્રીજા ભવમાં છદ્મસ્થ સુવિધિનાથ સ્વામીને પડિલાન્યાનું વર્ણન, પથ્વીચંદ્ર-ગુણસાગર ચરિત્ર ત્રીજા ભવમાં જણાવ્યું છે. તેથી શંખ રાજા અને કલાવતીથી પૃથ્વીચંદ્ર અને ગુણસાગર થઈને, મોક્ષ પધાર્યા સુધીને, સુવિધિનાથ સ્વામીના તીર્થને કાળ સમજો.
ગુરુમહારજ વૃદ્ધવાદિસૂરિ ફરમાવે છે કે, પાંચ મહાવ્રતના કાચા અંકુરાઓને મરડી નાખશો નહીં, અને મનકુસુમવડે જિનેશ્વરદેવને પુજવાથી, એક ભવમાંથી બીજા ભવમાં ભટકવાનું અટકી જશે. અને જે ચારિત્રના નામે ચાલુ ભવના, ખાન-પાન–પરિધાનમાનમાં ખેંચી જશે તે, વળી સંસારમાં અનેક ભવમાં ભટકવાનું શરૂ થશે.
ઈત્યાદિ ગુરુને ઉપદેશ સાંભળીને સિદ્ધસેન દિવાકરસૂરિ, ગુરુની શિખામણ મસ્તક ઉપર ચડાવીને, દેવપાલ રાજાની રજા લઈને, ગુરૂ સાથે વિહાર કરી ગયા. કેટલાક કાળ સુધી વૃદ્ધવાદિસૂરિ મહારાજની સાથે વિચર્યા, નિરતિચાર આરાધના કરવા લાગ્યા. ઘણું ઘણી શાસન પ્રભાવના જોઈ ગુરુ ઘણા આનંદ પામ્યા. અને પછી પિતાને આયુષકાળ અલ્પ જાણીને, અનશન કરી સ્વર્ગે સિધાવ્યા.
એક વખત સિદ્ધસેન દિવાકરને, બાલ્યકાળથી જ સંસ્કૃતના અભ્યાસી હોવાથી, અથવા તે અશુભકર્મના ઉદયથી, એવા વિચાર આવ્યા કે આગામે બધાં પ્રાકૃત =