________________
૩૫૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તત્કાળ યમસદન પહોંચે. તેમ પૂર્વાચાર્યોનાં અથવા હમણું પણ એવા કેઈ ગીતાર્થ ભાવાચાર્યું હોય તેવાઓનું, આપણા જેવા પામર અનુકરણ કેમ કરી શકે ?
હવે અહીં ઉપાધ્યાયજીની ઉપરની ગાથાને, પૂર્વાદ્ધ વિચારીએ. જેમ જેમ બહુશ્રુત એટલે ઘણે વિદ્વાન થતો જાય. જેમ જેમ ઘણા માણસોને માનનીય, પૂજનીય, પ્રશંસનીય થતો જાય, ઘણા શિષ્યને ગુરુ થાય, ઘણું માણસને આગેવાન થાય, તેવાને જે શ્રીવીતરાગ દેવેની નિશ્ચયદષ્ટિ મળી ન હોય તે, શ્રીવીતરાગ શાસનને વયરી જાણ. અર્થાત્ પિતાનું ખરાબ કરવા સાથે,આશ્રિતોનું પણ ખરાબ કરનારો થાય છે. વાંચે નીચે;
જેનાગમ જાણ્યા વિના, ગચ્છાધારી જે થાય, ૧ છે સ્વયં પડે સંસારમાં, સાથે લઈ સમુદાય.” “જિનવાણી વાંચે ઘણી, મનન કરે જિનવાણ, પામે તત્વ નિચોડત, ગીતારથ ગુણખાણ.” ! ૨ આગમ તો તારવી, ઉત્સર્ગ ને અપવાદ.
પછી દીએ ઉપદેશ તે, બને નહી બકવાદ, કે ૩ છે વાચકો સમજી શકે છે કે, સિદ્ધસેન દિવાકર જેવાઓ, ભકતોની ભક્તિમાં ભૂલા પડ્યા હતા. સિદ્ધસેન દિવાકરને, મલવાદિસૂરિને શાસનદેવીએ અયોગ્ય ઠરાવ્યા હતા. સ્થૂલભદ્રસૂરિ જેવા શીલગુણ ભંડારને, ગુરુજીએ અયોગ્ય ઠરાવી, શ્રુતજ્ઞાનને અર્થ ન બતાવ્યો. શ્રીવીતરાગશાસનની ગહનતા કેટલી થાગ વગરની છે ?
વૃધ્ધવાદી સૂરિમહારાજ, પિતાના શિષ્ય રત્ન સિધ્ધસેનસૂરિને, શિખામણ આપતા ફરમાવે છે કે, મહાશય ! હજીકતો યાગ (ચારિત્ર–ચાને રત્નત્રયી–પાંચ મહાવ્રતો) કલ્પવૃક્ષનાં માત્ર પુષ્પ જ ઉગ્યાં છે. તે કલ્પવૃક્ષનું ફળ તે કેવળજ્ઞાન અને મોક્ષ જ છે. તો પછી ફળ લાગ્યા પહેલાં કુણાં પુષ્પો શા માટે ચૂંટે છે–તેડે છે? ફળો આવ્યા પહેલાં પુષ્પ ન તોડવાં જોઈએ.
જેમ કાચા મરવા-કાચી કેરી વેચનારે ખેડૂત, આખી જીંદગી, ધનવાન થતો નથી. ગરીબી નાશ પામતી નથી. પરતંત્રતા ચાલુ રહે છે. ઠામઠામ દીનતા સેવવી પડે છે. વારંવાર કાચી કેરી વટાવવા જેવી સ્થિતિ આવીને ઉભી રહે છે. પરંતુ થોડો વખત તીવ્ર દુખ ભોગવીને પણ, કાચી કેરી નહિ વેચનાર નાનો ભાઈ, સર્વ કાળને માટે સ્વાધીન બની ગયો.
આ સ્થાને વીતરાગના સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર તપના આરાધક જીવો. આંબા અને કલ્પવૃક્ષથી કે, ચિન્તામણિ રત્નથી પણ, ચડી જાય એવાં ફળ, સ્વર્ગ અને મનુષ્યોના ઉત્તરોત્તર શ્રેષ્ઠ ભને પામે છે. અને પ્રાન્ત કેવળ જ્ઞાન પામી મોક્ષ મેળવે છે.
જેમ શંખરાજા અને કલાવતી રાણીના છે, એકવીસ ભવ અને બસને બત્રીસ