________________
ગુણી આત્માને પૂજાવાની ઈચ્છા ન હય, આપ બડાઈના ઈછક ગુણી હેય નહી ૫૭ કામળી, પાત્રા, પુસ્તકને સંગ્રહ વિચારનારને, પિતાના “સવા રિસાદ મ” પાંચમા મહાવ્રતને, કેટલે ધક્કો લાગે છે, એને જરૂર ખ્યાલ આવ્યા વિના રહે નહીં. વળી, ઉપાધ્યાજી મહારાજ ફરમાવે છે.
જ્ઞાન-દર્શન-ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે; લુટિયા તેણે જન દેખતાં, કયાં કરે લેક પકાર રે ૧
આ ગાથાને અર્થ એ છે કે રત્નત્રયીને અંશ પણ ન હોય છતાં, પિતાને ગુરુ મનાવીને, લોકો પાસેથી વંદન-પૂજન-સત્કાર, સન્માન લેનારાઓ, વાસ્તવિક તારનારા નથી; પરંતુ ધેળા દિવસના ધાડપાડુઓ જેવા છે. આવા વેશધારી કુગુરુઓ, પિતે બૂડે છે, અને બીજાઓને–આશ્રિતોને બુડાડે છે. માટે પરલોકનું એકાન્ત કલ્યાણ સમજનારા મહામુનિરાજેએ, પિતાની જાતને ઓળખવી જોઈએ.
ભૂતકાળના સૂરિપુરંદરો, ઉપાધ્યાય ભગવંતે, અને મહામુનિરાજે, બારે માસ પ્રાયઃ છ વિગય, પાંચ વિય, ચાર વિગયના ત્યાગી હતા. છઠ–અઠમ-વગેરે તપ કરતા હતા. પારણે લુખા આહાર વિહરતા હતા. એકાણું અને પરિસી છેલા નંબરને તપ ગણાતો હતો. ત્યાગની જ છળે ઉછળતી હતી.
પ્રશ્ન : યદિ જૈનમુનિઓ નવકારસી કરતા જ ન હોય તે, નવકારસી પચ્ચખાણમાં કેમ છે? અર્થાત્ પચ્ચખાણના નામમાં નવકારસી પચ્ચખાણ શા માટે?
ઉત્તર : ઉપકારી ભગવંત જિનેશ્વરદેવ ત્રિકાલજ્ઞ હતા, સર્વજ્ઞ હતા. જગતના સર્વ જેને ધ્યાનમાં રાખી, તેમની આરાધના વધારવા માટે, વખતે કઈ બાલ હોય, કોઈ ગ્લાન હય, કોઈ સુકુમાળ હોય, તપ કરી શક્તા જ ન હોય, આવા જીવો પણ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર વિમુખ ન બની જાય, તેવાઓને નવકારસી પણ કરાવી શકાય છે.
પ્રશ્ન : શ્રીવીતરાગ શાસમમાં “મુરઝા રિમાણો પુત્તો નાથપુળ તાળા
અર્થ : ભગવાન મહાવીર સ્વામીએ, મૂચ્છને જ પરિગ્રહ ફરમાવેલ છે. તે પછી જેમને મૂર્છા જ ન હોય તેવા, સૂરિ વાચક મુનિરાજોને, પરિગ્રહ મમતાનો દોષ લાગે જ નહીંને?
ઉત્તર : ભાઈ! જાગલી નામની ઔષધીને, ડાબા હાથમાં રાખીને, કોઈ માણસ જમણા હાથમાં, કાળી નાગણીને પકડે, તોપણ, તે માણસને, નાગણી કરડી શકતી નથી. કારણ જાંગુલિ ઔષધિમાં અથવા જાંગુલ મંત્રમાં તાકાદ છે. તેમ જે સૂરિભગવંતમાં, ઠાંસી ઠાંસીને નિસ્પૃહતા જાંગુલિ ભરી હોય, તેવાઓને, મૂચ્છ નાગણ શું કરી શકે?
જેમ જાંગુલિ ઔષધિ યા મંત્રવાળા ગારુડીનું, બીજા માણસ અનુકરણ કરે તો,