________________
૩૫૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેથી દુઃખ ભેગવવું, ભૂખ્યા રહેવું. મજૂરી કરવી બહેતર છે. પરંતુ કાચાં કુમળાં ફળ, વેચવાં નથી. આંબાને સોટી, લાકડી કે પાણ મારવા નથી. કાચાં ફળ પાકશે ત્યારે પિતે જ નીચે પડશે, અથવા આંબાને કલામણ આપ્યા સિવાય, ફળે ઉતારશું. નાનાભાઈ ખેડૂતને ઉત્તર સાંભળીને, શાકવાળા ચાલ્યા ગયા.
નાનાભાઈએ ભૂખ અને દુઃખ ભેળવીને, આંબાને સાચવ્ય, સંપૂર્ણ ફળ આવ્યાં. પાકી ગયાં. એકેક તોલાનાં ફળ, એક તેલ વજનદાર થયાં. રૂપિયે મણ હતાં. તે વીશ રૂપિયે મણ વેચાયાં. પહેલી સાલે જ ચાલીસ પચાસ હજાર કમાયો.
ઉપનય. આંબે તે ધર્મ જાણ. પિતાને ગુરૂ અથવા જિનેશ્વરદેવ સમજવા. બે ખેડૂત ભાઈ સંસારી જીવ, અથવા ચારિત્ર્યધારી સાધુ સમજવા. કાચી-પાકી કેરી તે ચારિત્રરૂપ આંબાના તાત્કાલિક અને ભવિષ્યના લાભે સમજવા. કેટલાક અમારા-જેવા પુદ્ગલાનંદી જીવો વર્તમાન વેશના, વર્ષીતપ–વિશસ્થાનકતપ, વર્ધમાનતપ-જેવા. અગર ઘણા આકરા તપ કરીને, ખાન-પાન અને માનમાં બેઈ નાખે છે.
કેટલાક ખૂબ જ્ઞાન પામીને, વ્યાખ્યાન શક્તિ હોય, કંઠ મધુર હોય, શિષ્ય ઘણું હોય, પછી ખાન-પાન-માન-પરિધાનમાં ભાન ભૂલીને, ચાલુ જન્મની કમાણ ચાલુ જન્મમાંજ ખાઈ જાય છે. કેટલાક આપ વખાણ કરાવવા. પેપરમાં પિતાની કીર્તિને ફેલાવો કરે છે. ભાડવાત લખનારાઓને પૈસા આપી, પિતાનાં જીવનચરિત્રો લખાવે છે. આ બધા કાચાં ફળો તોડીને ખાનાર મોટાભાઈ ખેડૂત જેવા જાણવા. અને સમયે પોતાની મેળે પાકેલાં ફળે વેચનાર ખેડૂત જેવા, પૂર્વના મહામુનિરાજે અથવા હમણાં પણ ઉપરના દોષથી મુક્ત હોય તેવા જાણવા. માટેજ ઉપાધ્યાયજી મહારાજ, સન્મતિતર્કની ગાથાને અનુવાદ જણાવે છે.
જેમ જેમ બહુશ્રુત, બહુજન સંમત, બહુ શિષ્ય પરિવરિજી; તિમતિમ જિનશાસનને વયરી જેનવિ નિશ્ચય દરિયાજી ! ૧ છે
અર્થ : યદિ આત્મા નિશ્ચય ભાવને સમજે નહીં, પામે નહીં, વિચારે નહીં, આ બધું મને મળ્યું છે, તે માટે ચાલુ જન્મમાં વટાવીને ખાઈ જવા માટે નથી. હજી મારામાં રત્નત્રયી વિચારું તો કયાંય દેખાતી નથી. પાંચ મહાવ્રતમાં એકે સાચું નથી. પાંચ સમિતિ ચાખી, શુધ્ધ સચવાય તેજ, પહેલું મહાવ્રત શુદ્ધ રહી શકે છે. એક દિવસમાં નવ વાર કરેમિ ભંતે” હું ઉચ્ચરું છું, પરંતુ મારામાં સર્વસાવધને એકવિધ ત્યાગ પણ નથી.
ચાર પ્રકાર અદત્ત હમેશ બારે માસ લેવાય છે. સ્વામી અદત્તની ભજના વિચારીએ તોપણ, તીર્થંકર-ગુરુ-અને જીવ અદત્ત લાગી જવાની સંભાવના ખોટી નથી. નવ વાડે પૈકી ઘણું વાડે હણાય છે. તેથી ચોથાને પણ ક્ષતિ પહોંચે છે. તથા કપડા,