________________
૩૫૩
પુણ્યથી સુખ, સુખથી પ્રમાદ, પ્રમાદથી પાપ, પાપથી દુર્ગતિ.
મારા ગુરુ વિના આવી ઝીણી ભૂલ, બીજા કોણ કાઢી શકે? ખરેખર પ્રમાદને ધિક્કાર છે. પ્રમાદ વશ બનેલા પૂર્વધરે, પૂર્વના જ્ઞાનને ભૂલી ગયા છે. અને સંસારની અટવીમાં અટવાઈ ગયા છે. પછી મારા જેવા પુસ્તકિયા પંડિતની શી વિસાત? મારા પ્રમાદની પણ પરાકાષ્ટા ગણાય. જે ગુરુ મહારાજાએ મને મિથ્યા માર્ગ છોડાવી, શુદ્ધ માર્ગ બતાવ્યો છે, તે ગુરુનું સન્માન તે દુરે રહ્યું. પરંતુ ઉપરથી મારી પાલખીના મજૂર ! ખરેખર પ્રમાદ જે એકપણ શત્રુ જગતમાં બીજો નથી. मज्ज विसय कषाया, निद्दा विकहा च पंचमी भणिया। एए. पंचषमाया जीवं पाडयंति संसारे ॥१॥
અર્થ: આઠ પ્રકારના મદ અભિમાન ગર્વ, પાંચ ઇન્દ્રિયના વિષયો, ચાર કષાયો પાંચ નિન્દ્રાઓ, તથા સ્ત્રીઓની, ભોજનની, દેશની, અને રાજ્યની કથાઓ, આ પાંચ પ્રમાદેને પરવશ બનેલા છે, મનુષ્યગતિ–દેવગતિ જેવાં સ્થાને પામીને, વીતરાગને મુનિશ પામીને પણ, પડી જાય છે. સંસારમાં ભટકવા ચાલ્યા જાય છે.
“વિષ વિષધર મહારેગને, શત્રુના સમુદાય, | અલ્પ દુખ ન કરી શકે, હોય પુણ્યની સહાય.” છે ૧ !
પુણ્ય સહાય વધવા થકી, પ્રમાદ પુષ્કળ થાય, હિંસાદિ પાપ કરી, જીવ નરકમાં જાય.” છે ર છે
“જગના સઘળા શત્રુઓ પુણ્યથકી અનુકુળ, | પણ પ્રમાદ શત્રુ કને, પુણ્ય પણ પ્રતિકુળ.” છે ૩ છે “ચાર ગતિના જીવને, પુણ્યથકી સુખ થાય, | પ્રમાદમિત્રની સહાયથી, ચાર ગતિ દુખ થાય.” છે ૪ | “પુષ્યવધેતે સુખવધે, સુખમાં વધુ પ્રમાદ, | પ્રમાદથી પાપ વધે, કુગતિ દુઃખ અગાધ.” | ૫ | દેવ ચારે નિકાયના, નૃપો અને ધનવાન, |
પ્રમાદમાં પરવશ બની, રખડે ચઉગઈરાન.” છે ૬ સિદ્ધસેનસૂરિ આવા આવા વિચાર કરીને, થડા જ ક્ષણમાં જાણે નિદ્રામાંથી જાગ્યા હેય તેમ, એકદમ–સુખાસનમાંથી, પડતું મૂકીને, ગુરુજીના પગમાં પડી ગયા. અને હાથ ૪૫