________________
૩૪રે
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ બોલી, “સ્વામીનાથ, હું તમારી પરણેલી પત્ની છું.” પંડિતજી વધારે પૂછવા જતા હતા તેટલામાં માજી પણ આવ્યાં.
અને બાલ્યકાળનાં લગ્ન અને ભામતીની યૌવનવય, પતિના ઘેર આવવાને પ્રારંભ, માતાની શિખામણ, અધ્યયનમાં વિના ન પાડવાના કારણે, માતાએ પુત્રવધૂને સમજાવેલી સૂચના, પુત્રવધૂને પુત્રીને પેઠે રાખવા, સાચવવા, સમજાવવાના માતાના ઉદ્યમ, પુત્રવધૂમાં રહેલી વિનયાદિ લાયકાત, આવી બધી અનમેદનીય વાત સંભળાવી, પુત્રને સંશય મુક્ત બનાવ્યા.
પ્રશ્ન : માતાએ પિતાના પુત્ર અને પુત્રવધૂની પરસ્પર ઓળખાણ કેમ ન આપી?
ઉત્તર : ઉત્તરોત્તર ભૂતકાળ એ હતો કે, મેટા કુળનાં વરકન્યાનાં માતાપિતાઓ પિતાના સંતાનમાં ઉત્તમ સંસ્કારો નાખવા ખુશી હતાં. તેઓ શીલવ્રત ઘણું પાળે એવું પણ ઇચછતાં હોવાથી, પરણેલી કન્યા ઘણો ભાગ પીયરમાં અને છેડે ભાગ સાસરામાં રહેતી હતી. આમ થવાથી વધારે શીલવત સચવાવાથી, બંનેના શરીરમાં આરોગ્ય સાથે શરીરમાં તાકાતને સંચય થતો હતો.
નિયમિત અથવા ઘણું બ્રહ્મચર્ય પાળનાર માતાપિતાનાં સંતાને પણ હૃષ્ટપુષ્ટ અને ભરાવદાર, નીરોગી અને બહાદુર જન્મતાં હતાં, શંકાઈ તે ક્યાંય દેખાતી નહીં. માટે વાણિયાઓ પણ લડાઇઓ લડીને, ધર્મ તથા દેશને સાચવી શકતા હતા.
પ્રશ્ન : તે પછી પરણવું, લગ્ન કરવાને અર્થ શું ?
ઉત્તર : પરણવું, લગ્ન કરવાને અર્થ–પુરુષ કે સ્ત્રીઓ પરપુરુષ કે પરસ્ત્રીના વ્યભિચારી ન બને, વ્યભિચારથી સદા નિવૃત્ત રહેવા, લગ્ન કરવા પડે છે. પરંતુ લગ્નને અર્થ બારે માસ મૈથુન સેવવું જ એવો નથી. જેટલું શીલવત વધારે સચવાય તેટલું વધારે તંદુરસ્ત જીવન જીવાય છે.
રઘુવંશ વગેરે કાવ્યમાં, તથા રામાયણ મહાભારત વગેરે પુરાણમાં, અજૈન પંડિતે પણ લખી ગયા છે કે, સંતતિ માટે પત્ની ગ્રહણ કરવી. એકાદ સંતાન થાય પછી મિથુનથી વિરકત બનવું. એણું સેવવું, ઘણા જાગતા રહેવું.
પ્રશ્ન : પાસે પાસે વસનારને બ્રહ્મવ્રત કેમ સાચવી શકાય ?
ઉત્તર : માટે જ મહાપુરુષોએ એકશચ્યા ઉપર નહીં પરંતુ એક ઓરડામાં પણ સૂવું નહીં. જેમ ત્રિશલાદેવી અને દેવાનંદાના વર્ણનમાં સ્વપ્ન સંભળાવવા જતાં પ્રભુજીની માતા, પિતાની શય્યામાંથી ઊઠી, પિતાના ઓરડામાંથી નીકળીને, સ્વામીનાથ સિદ્ધાર્થ રાજાના અને ઋષભદત્ત વિપ્રના ઓરડામાં ગયાં જણાવ્યું છે.