________________
૩૪૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ફરમાવ્યું. સાધ્વી વાદીને ગયાં. સ્થૂલભદ્ર મહામુનિને, ગુરુજીએ ઘણે ઠપકો આપ્યો અને હવે પછી શ્રુતજ્ઞાન નવું ભણવા માટે, અગ્ય ઠરાવ્યા. શ્રી સંઘે ઘણો આગ્રહ કરવાથી, છેલ્લાં ચાર મૂલ માત્ર ભણવા હા કહી. પરંતુ તેમણે બીજાને ભણાવવાં નહીં.
વીતરાગને મહામુનિરાજોને છઠે ગુણઠાણે પ્રમાદી કહ્યા છે. પરંતુ તે પ્રમાદ પણ તાકાદ વગરને હોય. માટે જ સાતમે ગુણઠાણે ચડી શકે. શ્રેણી માંડી આઠ, નવ, દેશ, અગ્યાર, બાર, વગેરે ગુણઠાણા પણ પામે છે.
તથા છેલ્લા જિનેશ્વરના મુનિઓને વક્ર અને જડ પણ કહ્યા છે. તે આગલા જિનેશ્વરના મહામુનિરાજોની અપેક્ષા, કેઈક વક્ર અને જડ પણ હોય બધા જ અને છેવટ સુધી વક્ર અને જડ જ રહે તે કેવળી ભગવાન થઈ મોક્ષ કેમ પામી શકે? કઈ જાય જ નહીંને? પણ એવું નથી.
તથા વાચક મહાશય સમજી શકે છે કે, પહેલા જિનેશ્વરદેવના તીર્થના સાધુઓને શામાં મૃદુ અને જડ-ભેળા અને ઓછી અકકલવાળા કહ્યા છે. આ વાક્યોને અર્થ જ પકડી રખાય તે ભોળા અને અક્કલ વગરના સાધુઓ ધર્મ સમજે પણ નહીં અને પામે પણ નહીં.
અને શ્રી ઋષભદેવ સ્વામીના શાસનના અસંખ્યાતા કટાકટ મહામુનિરાજે તે ફકત મોક્ષ અને અનુત્તર વિમાનમાં જ જનારા થયા છે. જુઓ શાસ્ત્ર :
भरतादनु सन्ताने, सर्वेषि भरतवंशजाः । अजितस्वामिनं यावद्, अनुत्तर शिवालयाः ॥१॥
અર્થ : શ્રી ઋષભદેવ સ્વામી અને અજીતનાથ સ્વામીના વચમાં, શ્રી ઋષભદેવ સ્વામીના તીર્થમાં, ફક્ત ભરત મહારાજના જ વંશમાં, અસંખ્યાતા મહામુનિવરે મોક્ષમાં અને અનુત્તર વિમાનમાં ગયાં છે.
પ્રશ્ન : ઉપરના કલેકમાં કોઈ પણ સંખ્યાવાચક શબ્દ નથી. તે પછી અસંખ્યાતા કેમ કહેવાય?
ઉત્તર : શ્રી ઋષભદેવ સ્વામી અને અજિતનાથ સ્વામી વચ્ચે, પચ્ચાસ લાખ કોટિ સાગરોપમનું આંતરૂ છે. દશ કટાર્કટિ પલ્યોપમ વડે એક સાગરોપમ થાય છે. અને અસંખ્યાતા કટાકટિ વર્ષનું એક પલ્યોપમ થાય છે. એક પલ્યોપમ જેટલા કાળમાં પણ ચોરાસી લાખ પૂર્વના આયુષવાળા અસંખ્યાતા મુનિરાજે થાય છે. એટલે બે તીર્થકર દેના અંતરમાં અસંખ્યાતા મહામુનિરાજ થયા હોય તે યુકિતયુકત સમજાય
તેવું છે.
પ્રશ્ન : તો પછી બકુશ અને કુશીલ શબ્દના અર્થો કેમ ઘટી શકે?