________________
૫૭
અયોધ્યાનગરી અને અષ્ટાપદતીર્થ: પ્ર. ૧લું
ઉત્તર : જીવમાં બાર કષાયને ક્ષય-ક્ષપશમ ન થાય, ત્યાં સુધી ભાવચારિત્ર જીવો પામતા નથી.
શ્રીમતી સુભદ્રા સતીએ સુગુરુને ઉપદેશ સાંભળીને દીક્ષા લીધી. ઉત્તમ ગુરુણીજીની નિશ્રામાં નિરતિચાર ચારિત્ર આરાધીને આઠે કર્મને ક્ષય કરીને, કેવલજ્ઞાન કેવલદર્શન પામી, સાદિઅનંત ભાંગે મોક્ષનાં સુખ ભોગવવા પહોંચી ગયા.
ઇતિ ધર્મ અને ધર્મની કસેટી અંગે સતી સુભદ્રાની કથા સંપૂર્ણ અહીં વડીલોની આજ્ઞા પાળનાર દશરથ રાજાના પુત્રની કથા લખું છું.
આ ભરતક્ષેત્રમાં સર્વનગરીમાં શ્રેષ્ઠતર અયોધ્યા નામે નગરી આવેલી છે. તેમાં સૂર્યવંશાન્વયી દશરથ નામના મહારાજા રાજ્ય કરે છે. તેમને ગુણવતી, રૂપવતી, શીલવતી અને અનેક કલાગુણશાલની કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, સુપ્રભા નામની ચાર મહા પટ્ટરાણીઓ હતી. અને આ ચારે મહાસતીઓની કુક્ષિસૂક્તિમાંથી મહામૂલ્ય રત્ન જેવા રામ (પદ્મ), લક્ષ્મણ (વાસુદેવ), ભરત અને શત્રુઘ્ન એમ ચાર પુત્રો થયા હતા.
પ્રશ્ન : શામાં વર્ણન આવે છે કે, ભરતક્ષેત્રના દક્ષિણાદ્ધમાં, મધ્યખંડમાં પણ ચારે દિશાથી સાવ મધ્યમાં અષ્ટાપદ મહાતીર્થની પશ્ચિમે, સાવ લગોલગ, ગિરનાર જૂનાગઢની માફક, શ્રી ભરતચકીની અયોધ્યા નગરી વસેલી હતી અને વર્તમાન અયોધ્યા નગરી પાસે અષ્ટાપદ પર્વત નથી તેનું કેમ?
ઉત્તરઃ ભરત મહારાજાની અયોધ્યાનગરી ત્રીજા આરામાં હતી. ઋષભદેવ સ્વામીના મોક્ષગમન પછી ૮૯ પખવાડિયાં = ત્રણ વર્ષ ને સાડાઆઠ માસ ગયા પછી ચોથો આરો બેઠો હતો. આ ચોથા આરાને અર્થે કાળ, ૫૦ લાખ કોટિ સાગરોપમ કાળ ગયા પછી, બીજા તીર્થકર અજિતનાથ સ્વામી અને સગરનામાં બીજા ચક્રવત થયા હતા. તેઓ પણ અયોધ્યા નગરીના રાજવી હતા.
પરંતુ તેમની અયોધ્યા પણ સ્વી વસેલી જ હશે, કારણ કે સગરચક્રવતીના ૬૦ હજાર પુત્રે અષ્ટાપદની યાત્રા કરવા ગયા હતા. તેમણે ભરત મહારાજાનું કરાવેલું, તદ્દન સુવર્ણનું જિનાલય જોયું. તેમાં ૨૪ જિનેશ્વર દેવોની રત્નમય પ્રતિમાનાં દર્શન, વંદન, સ્તવના કરી, ભાવના ભાવી બહાર આવ્યા. - વિચાર થયે, હવે પછીના પડતા કાળમાં, આવું સુવર્ણમય જિનાલય અને રત્નમય પ્રતિમાજી, રક્ષણને અભાવ થાય તે, સચવાઈ રહેવી મુશ્કેલ ગણાય. માટે સર્વકાલીન ભય નિવારવા માટે આ ૩ર કેશ ઊંચા પહાડના આઠ પગથિયાં બનાવવા અને ગંગા નદીમાંથી, નહેર લાવીને અષ્ટાપદની બધી બાજુ ખાઈ બનાવવી, પાણીથી ભરી નાખવી. આમ કરવાથી તીર્થ નિર્ભય ટકી રહેશે અને તેમણે તે વિચારે અમલમાં મૂક્યા. દેવવિદ્યાધરે યા લબ્ધિધારી મુનિવરે સિવાય જનારા લોકોનું ગમનાગમન સદાને માટે બંધ થયું.