________________
૨૫
સારાની સેબતથી નાલાયક પણ લાયક બને છે
“શાસ્ત્રોમાં સુતને કહ્યું, માયરૂપ હરનાર, તથા પિતાના ધનત, માલિક થઈ ફરનાર. ૯ “નિજપત્ની સંતાનમાં, સેને રાગ સદાય,
માય–તાય પાય સેવતા, પુત્રે ક્યાંક જણાય.” ૧૦ નાગ મહા હિંસક હતા. જલચર–સ્થલચર સંખ્યાતીત પ્રાણીઓને ખાઈ ગયે હતે. મનુષ્યના અને પક્ષીઓના પણ તેણે હજારોની સંખ્યામાં ઘણું વાળ્યા હતા. (મારી નાખ્યા હતા) આ અધમ પણ કુમારને ઉપકારી . એટલું જ નહીં પણ અહિંસક થયે. જાવ જીવ શિકાર ત્યાગી થયા. દૂધને પીનાર નાગ મરીને, અહિંસાના પરિણામથી વૈમાનિક દેવ થયો. અને આખી જીંદગી કુમારને મિત્ર બની બધાં અશકય કાર્યો પણ અપ્રમત ભાવે કરી આપતો હતો.
પ્રશ્ન : શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે સુપાત્રદાન સદાય આપવું. સુપાત્રદાન– સ્વર્ગમાક્ષનું કારણ બને છે. પરંતુ કુપાત્રને દાન દેવાથી લાભ નથી પણ ચોક્કસ નુકસાન થાય છે. તેથી જ કહેવત છે કે
દુર્જનને ઉપકાર નાગક્ષીરના પાનસમ.” અર્થ: દુર્જનને ઉપકાર કરે તે સર્પને દૂધ પાવા સમાન છે. માટે જ સર્ષને દૂધ પાવું તે અધર્મ છે. તો પછી અપરાજિતકુમારને વિપરીત કેમ થયું?
ઉત્તરઃ જ્ઞાની પુરુષે જે કરે તે ધર્મને માટે જ થાય છે. સર્ષને દૂધ વિગેરે મળવાથી પાપો નાશ પામ્યાં હતાં. માટે જ કહ્યું છે કે :
જ્ઞાનીના ગમા જ્યાં નાંખે ત્યાં સમા” તે માટે આ સ્થાને એક નાની કથા લખું છું.
એક ગામમાં એક ગૃહસ્થ પિતાના ઘેર બિલાડી પાળી હતી. તેને હંમેશા દૂધ પીવડાવતે હતો. કોઈ મિત્ર આવ્યો તેણે પૂછ્યું, મહાશય! બલ્લીને દૂધ કેમ પિવડાવે છે ?
- ગૃહસ્થનો ઉત્તર ઉંદરડાને ત્રાસ ખૂબ છે. ઉંદરને નાશ કરવા બિલાડી રાખી છે. દૂધની લાલચે અમારું ઘર છોડીને જતી નથી. હંમેશ પાંચ-દશ ઉંદરડા સાફ કરે છે. ઓછા કરે છે.
તથા તે જ ગામમાં બીજા એક જૈન શ્રાવક વસતા હતા. તેના ઘેર ત્રણ બિલાડી હતી. કેવળ દૂધ જ નહિ પરંતુ રોટલા-લાડવા ખાવા મળતું હતું. તથા દુધ પીવા મળતું