________________
ગુણદોષની સ્પષ્ટતા એ નિંદા નથી.
૩૧૩
પ્રશ્ન : પાછલા ત્રણ બોલમાં પણ વાયુકાય-વનસ્પતિકાયનું રક્ષણ થઈ શકે જ નહીં. કારણ કે પ્રત્યેક ગૃહસ્થને માટી મીઠા વિના, પાણી વિના, અગ્નિ વિના, વાયુ વિના, અનાજ વગેરે વનસ્પતિ વગર ઘરસંસાર ચાલે જ નહીં. તે પછી ચેથા, પાંચમાનું રક્ષણ કેમ બોલાય?
ઉત્તર : ગૃહસ્થ વિવેકી શ્રાવક, ત્રસજીવોને પણ આરંભના કારણે વિના, નિરપરાધીને, જાણીજોઈને, હણવાની બુદ્ધિથી હણતા નથી. જેટલા બચાવી શકાય તેટલા બચાવવાને ખપ કરે છે. તે કારણથી ત્રસજીની મુખ્યતાએ, રક્ષણશબ્દને પ્રગ સમજ. સિવાયત ત્રસની મુખ્યતાએ, છએકાય ન મરે, તેટલી જયણું રાખવા ફરમાવ્યું છે. એમ જાણવું.
પ્રશ્નઃ કહેવાય છે કે હેમચંદ્રસૂરિમહારાજ વગેરે કેટલાક મધ્યસ્થ જૈનાચાર્યોએ, બીજાઓના દેવ-ગુરુ-ધર્મની નિન્દા કરી નથી. ઉતારી પાડ્યા નથી. આ વાત સાચી ને?
ઉત્તર : શ્રી વીતરાગ શાસનમાં અઢાર પા૫ સ્થાનો-મહાપાપ ગણાવ્યાં છે. તેમાં સેળયું નિન્દા નામનું પાપસ્થાનક પણ ભયંકર પાપ છે. નિન્દા કેઈની પણ કરવાથી, આત્માનું પતન થાય છે. કહ્યું છે કેस्वश्लाघा परनिन्दा च, मत्सरो महतांगुणे । असंबन्धप्रलापित्वं आत्मानं पातयत्यध ः॥१॥
અર્થ : પિતાના સાચા કે બેટા ગુણે બીજા પાસે ગવાય, બીજાની નિંદા કરાય, તથા પુણ્યવાન કે ગુણવાન મહાપુરુષની, ચડતી, આબરૂ, ખ્યાતિ દેખી–સાંભળી, જવાસાની પેઠે ઈર્ષા કરીને સળગી જાય, તથા જરૂર વગરનું અને સાવદ્ય ભાષણ કરે. આ ચારે દે, આત્માને, દુર્ગતિમાં જવામાં સહાયક બને છે.
જ્ઞાની પુરુષોએ સામાન્ય મનુષ્યની પણ નિંદા, દુર્ગતિનું કારણ જણાવી છે. તે પછી મહાપુરુષની નિંદાતે, મહાદેષનું કારણ બને તેમાં કહેવું જ શું?
પરંતુ દેષની નિંદા કરવામાં, દોષ લાગતો નથી. જેમ કેઈ દુકાનદારની દુકાનને માલ ખરાબ હોય, તે દુકાનદાર તે વસ્તુને થોડા ઓછા ભાવે વેચતો હોય, ત્યારે જોડેની દુકાનવાળો, પિતાના સારા માલનાં વખાણ કરે છે. ઘેડા-ઉંચા ભાવે ઘરાકને વેચે છે. તેને નબળા માલની નિંદા જરૂર કરવી પડે છે.
જે આમ થાય જ નહીં તે, લવણ અને સાકર, પીત્તળ, અને સોનું, જસત અને ચાંદી, છાશ અને દૂધ સરખા ભાવે ગણુઈ જાય. માટે જ ચેર સાહુકારને, સજજનદુર્જનને, કુલટા અને સતીને, ભેદ સમજાવવું જરૂરી છે. આ સ્થાને વસ્તુની નિંદા સાથે તેના વેચનારની નિંદા પણ થઈ જાય છે. આ વાસ્તવિક નિંદા નથી. પરંતુ વરતુના સારા