________________
૩૧૫
કુમારીગંગાની પ્રતિજ્ઞા અને તેની અનુકલતા કાને ગ્ય, કેટલાંક વ્રત પણ લીધાં હતાં. તેમાં અહિંસા વ્રત લીધા પછી તેને, એવા વિચારે થયા કે, નારી જીવન પરવશ છે. જે પતિ અનુકૂળ મળે તે જ, અબળા પિતાને ધર્મ સાચવી શકે છે. અને પતિ શિકારી, માંસાહારી નારીને ધર્મ જોખમમાં મુકાય છે. માટે મારે શિકારી અને માંસાહારી હોય, તેની સાથે લગ્ન કરવું નહીં.
રાજામહારાજાઓ અને લક્ષ્મીધરે, પ્રાયઃ અભક્ષ્ય ભક્ષણ અને અપેય પાન કરનારા હોય છે. માટે મારે પતિ થનારની સંપૂર્ણ પરીક્ષા કરવી. શિકાર અને માંસાહાર છોડાવવા, અને તેમ ન જ થાય તે, આજીવન શીલવ્રત પાળવું. પરંતુ અહિંસા ધર્મને અખંડ રાખવા, જે મારી ઈચ્છા મુજબ સ્વામી મળશે, તે, હજારો લાખો જીને, અભયદાનને લાભ થશે. અને તે સ્વામી નહીં મળે તો, અહિંસા અને બ્રહ્મચર્ય બે મોટાં વ્રત સચવાશે. મારે ઉભય પક્ષ અનુકૂળ છે.
વિદ્યાધરપુત્રી ગંગાકુમારીની અહિંસા વ્રતની પ્રતિજ્ઞા, વિદ્યાધર સમાજમાં ફેલાઈ ગઈ. ગંગા ખૂબ જ રૂપાળી હતી. એટલું જ નહીં પરંતુ નારીની ચોસઠ કલાઓ ભણેલી હતી. તથા બીજા પણ નારી જાતિના ભૂષણ જેવા, વિનયે-નમ્રતા-મૃદુભાષણ વગેરે ગુણો પણ ખૂબ હતા. ગંગાકુમારી માટે અનેક રાજકુમારની માગણીઓ આવી હતી પરંતુ કુમારીની પ્રતિજ્ઞા સાંભળીને બધા પાછા જતા હતા.
કુમારીની વય વધવા લાગી. પિતાની ચિંતા વધવા લાગી. કહ્યું છે કે जातेति चिन्ता, महतीति शोकः कस्य प्रदेयेति महान् विकल्पः । दत्ता सुखं स्थास्यति (पास्यति ) वानवेति, कन्यापितृत्वं किलहन्त कष्टं ॥ १ ॥
અર્થ: દીકરીનો જન્મ થવાની સાથે, ચિન્તા નામની બીજી પુત્રી પણ સાથે જન્મે છે. મોટી થતી જાય-સાથે ચિન્તા પણ મટી થતી જાય છે. પછી કોને આપવાની વિચારણા શરૂ થાય છે. પરણાવ્યા પછી પણ સુખથી રહેશે, અથવા દીકરી સુખ પામશે કે કેમ ? આવા વિચારે માતાપિતાને આવ્યા જ કરે છે. એટલે વાસ્તવમાં કન્યાના પિતાપણું પણ બધાં પાપોદો માયેલું એક મહા પાપ જ છે.
“શીલ–વિનય ગુણ સાથમાં, વર-ઘર પર શુભ થાય, | પુત્રી પાંચ ગુણો સુણી, માય–તાય-હરખાય.” છે ૧ !
છેવટે રાજાએ એક દિવસ નિમિષ્ણને પૂછ્યું કે, મારી પુત્રીને વર કયારે મળશે. નિમિત્તિયાએ જણાવ્યું કે, હસ્તિનાપુર નગરની નજીકના વનમાં, કુમારીની પ્રતિજ્ઞા સ્વીકાર કરનાર વરની પ્રાપ્તિ થશે.
નિમિત્તિયા પાસેથી કન્યા માટેની, સવિશેષ હકીકત જાણીને, રાજાએ, (કન્યાના પિતાએ) હસ્તીનાપુર નગરની નજીકના, એક મોટા જંગલમાં, વિદ્યાશક્તિથી તદ્દન