________________
શાન્તુનુ રાજાના શિકારીઓએ સળગાવેલા શિકાર અગ્નિ
૩૧૯
પરંતુ, દુઃખનું ઔષધ દા'ડા-આ જગતની કહેવત સર્વાંને એક સરખી લાગુ પડે છે.
66
વહાલા વિણ ક્ષણ એક પણુ, ગમતું નહીં કા ઠાય, માસ વર્ષ વીત્યા પછી વહાલા પણ ભુલાય.” “ પત્ની—ર-વામી—બાળકા, વહાલા સા કહેવાય, પણ સૈા સ્વારથના સગા, વિષ્ણુ સ્વારથ પલટાય.” “બાળક વહાલી માવડી, યુવાન વહાલી નાર, લક્ષ્મી વહાલી સર્વને, વ્રત વહાલાં અણુગાર.”
૧
ર
૩
શાન્તનુ રાજાને શિકારના રસમાં ક્રમે કરી, પત્ની અને પુત્રના પ્રેમ ભુલાઈ ગયા. અને હમેશ શિકારી ગુન્ડાએનાં ટોળા સાથે, શિકાર કરવા જાય છે. આમ દશ પંદર વર્ષ ચાલ્યાં ગયાં. એક દિવસ શિકારની ઘેનમાં ભૂલા પડેલા રાજા, તેજ જગલમાં શિકાર કરવા પહેાંચી ગયા, કે જેમાં પેાતાને ગંગા જેવી સતી રાણીની પ્રાપ્તિ થઈ હતી.
કુમાર ગાંગેયને, પોતાના મામા તરફથી, શસ્ત્ર અસ્ત્રની વિદ્યાઓ સાથે, મીજી પણ ( વિદ્યાધરોની ) કેટલીક વિદ્યાએ મળી હતી, અને ગાંગેયકુમારે પૂર્વ પુણ્યના ઉયથી સ્વલ્પ પ્રયાસેાથી બધી વિદ્યાઓને સાધી લીધી હતી. તથા ચારણશ્રમણના ઉપદેશથી અને મહાસતી માતાના સ’સ્કારથી, કોઈપણ નિરપરાધી જીવને હણવા નહીં. એવી પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ કારણથી, આવા વિકરાળ જંગલમાં, સેંકડાજાતનાં પ્રાણીઓ શિકારીઓના ભયમુકત આન કલ્લેાલ કરતાં હતાં. તેવામાં અકસ્માત ધાડપાડુઓની ધાડ જેવી, શિકારી લેાકેાની આગેવાની પામેલા શાન્તનુ રાજાએ, જંગલમાં પ્રવેશ કર્યાં.
અને આનંદરૂ૫ અમૃતના સરોવરમાં સ્નાન કરતા, લાખા પ્રાણીઓના ચિત્ત મદિરમાં, ભયરૂપ અગ્નિના ભડકા સળગવા લાગ્યા. બિચારા નિરાધાર પ્રાણીઓ ત્રાસથી ભાગવા લાગ્યાં. અને રાજા તથા શિકારી ગુંડાઓના ધનુષામાંથી, છૂટેલાં કલ્પાન્તકાળના વર્ષદની ધારા જેવાં, હજારા માણેાની ધારાએ પશુઓના શરીરમાં પેસવા લાગી.
આવેા વિકરાળ પ્રસ્તાવ જોઈ ને, જગલના માલિક યુવાન, દોડતા આવ્યેા. અને શિકારી–લેાકેાને હાથ ઉંચા કરીને કહેવા લાગ્યા, હે સજ્જના ! આ જંગલમાં શિકાર કરશે નહીં. આ જંગલના હું માલિક છું. આ જંગલમાં વસનારાં પશુઓને મેં પોતે અભયદાન આપ્યું છે. મારાથી રક્ષણ કરાયેલા વનના પશુઓને ત્રાસ થાય, તે ત્રાસ મને જ લાગે છે. માટે તમે ચાલ્યા જાવ.
શિકારીઓના માલિક કહે છે, કરા તું ચાલ્યા જા. આ સમગ્ર પૃથ્વીના હું પાતે જ માલિક છું. મને કે મારા માણસાને, શિકાર કરતા કાઈ અટકાવી શકે નહીં. અત્યાર પહેલાં