________________
૩૨૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
હવે હું ફક્ત ધર્મની જ આરાધના કરવા ઈચ્છું છું. મને હવે સંસારના કારિમા ભોગો જરા પણ યાદ આવતા નથી, ગમતા નથી, સારા દેખાતા નથી.
મહાસતી ગંગાદેવીના વૈરાગ્ય અને ઉપદેશ પૂર્ણ વચન સાંભળીને, શાન્તનુ રાજાની આંખમાં પાણી આવી ગયાં. અને રાજાએ કહ્યું, દેવી નગરમાં ચાલે. હવે પછી તમારી લાગણીને ધક્કો પહોંચે તેવું, એક પણ કાર્ય નહીં બને. ભૂતકાળને ભૂલી જાવ. તમારા જવાથી મને ઘણે આઘાત લાગ્યો હતો. અત્યારે પણ તમારા ત્યાગની વાત હું સાંભળી શકતો નથી.
મહાદેવી કહે છે, મહારાજ! આપની આજ્ઞા મારે શિરોમાન્ય હોવા છતાં, પણ હવે મને આ સંસારના ભોગો પ્રત્યે તિરસ્કાર આવે છે. મને સંસાર પાપમય દેખાય છે. પરમાર્થ કયાંય જણાતો નથી.
“મરણ-જનમને માતના, ઉદર વિશે અવતાર,
આ સંસારમાં, લહ્યા અનંતીવાર.” ૧
ભાગે આ સંસારના, બધા રોગના બાપ, આ ભેગો કારણ છવડો, કરે અનંતા પાપ. ૨ -
- “ભેગે માટે અન્યના, પ્રાણ પણ લેવાય, લાખો કેડો જીવન, બલિદાન દેવાય.” ૩
ભેગે કારણ રાજવી, પરણે પુષ્કળ નાર, ભેગી પાપી માનવી, ખેલે ખૂબ શિકાર.” ૪ “લક્ષ્મી ભાગ વધારવા, લક્ષ્મી કારણ પાપ, સુખના કારણે સર્વમાં, ભોગ બધાને બાપ.” ૫ “પણ મૂરખ આ જીવને, ગયે અનંતકાળ, ચાર ગતિ સંસારમાં, વેદ્યાં દુખ વિકરાળ. ૬ “ભાગેથી દુ:ખ ઉપજે, ભેગ ક્ષયે દુખ નાશ, કેવળ સુખ ખપ હોય તે, તજે ભેગને પાશ.” ૭ “કાળ અનંત જીવડે, ભેગોના સમુદાય, ઘણા ભેગવ્યા તેય પણ, ન થયો તૃપ્ત લગાર.” ૮